News of Tuesday, 14th July 2026
આસારામબાપુએ આરોગ્યને લઈને જામીન માટે ફરી સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવ્યા :17 જુલાઈએ સુનાવણી
ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણભૂત ગણાવીને જામીન મેળવવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી

નવી દિલ્હી : જેલમાં સજા ભોગવી રહેલા આસારામે ફરી એકવાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણભૂત ગણાવીને આસારામે જામીન મેળવવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે.
આસારામ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમના નાજુક સ્વાસ્થ્યનો હવાલો આપવામાં આવ્યો છે. બીમારીને ગંભીર ગણાવીને આસારામના વકીલોએ કોર્ટ સમક્ષ આ બાબતે તાત્કાલિક સુનાવણી હાથ ધરવાની વિનંતી કરી છે. લાંબા સમયથી જેલમાં રહેલા આસારામ પોતાની તબિયતને લઈને સતત રાહતની માંગ કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે આસારામની આ જામીન અરજી પર સુનાવણી માટે તારીખ નક્કી કરી દીધી છે. સર્વોચ્ચ અદાલત હવે આવનારી 17 જુલાઈએ આ મામલે સુનાવણી કરશે. કોર્ટના આ નિર્ણય પર સૌની નજર ટકેલી છે
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
