<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

સસરાને ચાલવામાં તકલીફ પડતી હોવાથી વહુએ તેમને ખભે ઊંચકીને કરાવી યાત્રા

છપરા,તા.૨૩: એક વહુનો સસરા પ્રત્‍યેનો અનોખો સેવાભાવ દર્શાવતો કિસ્‍સો ભાવુક કરી દે એવો છે. બિહારના છપરા જિલ્‍લામાં બનેલી આ ઘટના છે. સસરા લાકડીના સહારે પણ ચાલી શકતા ન હોવાથી તેમને બહાર લઈ જવા અને મંદિરે દર્શન કરાવવા માટે દીકરાની વહુ તેમને ખભે ઊંચકી લે છે. વહુઓ હંમેશાં સાસુ-સસરાને પરેશાન કરતી હોય છે એવું દરેક વખતે સાચું નથી હોતું. આ મહિલાને લોકો હવે કળિયુગની શ્રવણકુમાર ગણાવી રહ્યા છે. કોઈક ધાર્મિક યાત્રા દરમ્‍યાન સસરા-વહુનો વિડિયો બનાવનાર મનીષ સિહ લખે છે, ‘સંબંધો માત્ર લોહીનાં જ હોય એવું જરૂરી નથી. સંબંધો નિભાવવા માટે જઝ્‍બો હોવો જોઈએ. એક વહુએ સાબિત કરી દીધું કે માનવતા હજી જીવતી છે.'

(10:06 AM IST)