<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

અમેરિકન્‍સે બહાર જમાવાનું ઓછું કરતાં રેસ્‍ટોરાવાળાનો ધંધો ડાઉન

છેલ્‍લા પાંચ-છ વર્ષમાં બહાર જમવા જવું ખૂબ જ મોંઘું થઈ ગયું છે અને સાથે જ તેની ક્‍વોન્‍ટિટી પણ ઘટી રહી છે : વધતી મોઘવારી વચ્‍ચે ઘરના ખર્ચા પૂરા કરવા માટે લોકો બહાર જમવા જવાનું ઓછું કરવા માટે મજબૂર

ન્‍યુયોર્ક,તા.૨૪: હજુ ગયા અઠવાડિયે જ એવા સમાચાર આવ્‍યા હતા કે વોલમાર્ટના સ્‍ટોર્સમાં વેચાણ ઘટી રહ્યું છે.. યુએસમાં વેપાર-ધંધા હાલ ડાઉન છે અને નાના-મોટા સ્‍ટોર ચલાવતા લોકો પણ બિઝનેસ ઘટ્‍યો હોવાની બૂમો પાડી રહ્યા છે તેવામાં હવે પબ્‍લિકે બહાર જમવા જવાનું ઓછું કરી નાખતા રેસ્‍ટોરાં બિઝનેસ પણ તકલીફમાં મૂકાયો છે. ફોક્‍સ ન્‍યૂઝના એક રિપોર્ટ અનુસાર ફુડ પ્રાઈસ ઉપરાંત જીવનનિર્વાહના ખર્ચામાં થયેલા વધારાને કારણે પબ્‍લિકે બહાર જમવા જવાનું ઓછું કરી નાખ્‍યું છે. ઘ્‍ફગ્‍ઘ્‍ના એક રિપોર્ટમાં પણ જણાવાયું છે કે યુએસની મોટી-મોટી પિઝા ચેઈન્‍સ હાલ ભારે પ્રેશરમાં છે. આ ઉપરાંત હવે કસ્‍ટમર્સ માટે રેસ્‍ટોરાંના સ્‍ટાફને ટીપ આપવું પણ મુશ્‍કેલ થઈ રહ્યું છે. આમ તો ટીપ અમેરિકન કલ્‍ચરનો જ ભાગ છે, પરંતુ બિલની રકમની ૨૫ ટકા સુધી ટીપ આપવામાં લોકોના બજેટ ડગમગી રહ્યા છે, જેના કારણે રેસ્‍ટોરાં ચલાવતા લોકોને ધંધામાં ટકી રહેવાની સાથે કસ્‍ટમર્સને આકર્ષવા માટે પોતાની સ્‍ટ્રેટેજી બદલવાની ફરજ પડી રહી છે.

ફોક્‍સ ન્‍યૂઝે એક પોલના હવાલેથી જણાવ્‍યું છે કે માત્ર ૩૯ ટકા અમેરિકન્‍સ અઠવાડિયામાં કમસે કમ એકવાર બહાર જમવા જાય છે, જ્‍યારે સાત વર્ષ પહેલા આ જ પ્રમાણ ૫૩ ટકા જેટલું ઉંચું હતું. આ પોલમાં ભાગ લેનારા અમેરિકન્‍સે એવું પણ જણાવ્‍યું હતું કે હવે તેઓ પૈસા ખર્ચીને બહાર જમવાને બદલે ઘરે જ જમવાનું બનાવવાનું વધુ પસંદ કરે છે. એવું નથી કે માત્ર ડાઈન-ઈન રેસ્‍ટોરાંનો જ ધંધો ડાઉન છે, તેમની સાથે ટેકઆઉટ ઓર્ડર્સ પણ ઘટીને પ્રિ-પેન્‍ડેમિક લેવલ પર પહોંચી ગયા છે. જેનો અર્થ એવો થાય છે કે રેસ્‍ટોરાંનો ટ્રેડિશનલ ડાઈનિગ બિઝનેસની સાથે ટેકઅવે બિઝનેસમાં પણ ઓછો થઈ રહ્યો છે.

લોકોએ બહાર જમવા જવાનું ઓછું કરવા માટેનું સૌથી મોટું કારણ ફુડના ભાવમાં થયેલો વધારો છે. કોવિડ પેન્‍ડેમિક પહેલા મોટાભાગના અમેરિકન્‍સ માટે બહાર જમવા જવું જાણે રેગ્‍યુલર એક્‍ટિવિટી હતી, પરંતુ છેલ્‍લા પાંચ-છ વર્ષમાં બહાર જમવા જવું ખૂબ જ મોંઘું થઈ ગયું છે અને સાથે જ તેની ક્‍વોન્‍ટિટી પણ ઘટી રહી છે. ઈન્‍ફલેશનમાં થયેલા વધારાને કારણે ફુડ ઓર્ડર કરવું તો મોંઘું થયું જ છે પણ તેની સાથે ટ્રાન્‍સપોર્ટેશન, ગ્રોસરી, ફયુઅલ અને અન્‍ય જીવનજરૂરી ચીજવસ્‍તુના ભાવ પણ વધ્‍યા છે. તેના કારણે લોકોની ડિસ્‍પોઝિબલ ઈનકમ ઓછી થઈ છે જેની સીધી અસર બહાર ફરવા જવા અને જમવા પર પડી છે.

અમેરિકાની ઘણી રેસ્‍ટોરાંમાં હાલ પણ અમુક કલાકો દરમિયાન કસ્‍ટમર્સની ભીડ જોવા મળે છે, પરંતુ તેનો અર્થ એવો પણ નથી થતો કે લોકો પહેલાની જેમ જ બહાર જમી રહ્યા છે. હાલનો ટ્રેન્‍ડ એવું દર્શાવે છે કે કસ્‍ટમર્સ ક્‍યાં જમવું, ક્‍યારે જમવું અને શું જમવું તેને લઈને ખૂબ જ સિલેક્‍ટિવ બની ગયા છે. જે લોકો પહેલા વીકમાં અનેકવાર બહાર જમવા જતા હતા તે હવે કોઈ સ્‍પેશિયલ ઓકેઝન કે પછી વીકેન્‍ડ્‍સ સિવાય રેસ્‍ટોરાંમાં જવાનું ટાળી રહ્યા છે. આ સિવાય લોકોમાં ઘરે જ જમવાનું બનાવવાનો ટ્રેન્‍ડ પણ વધી રહ્યો છે. જેમને રેસ્‍ટોરાંનું ફુડ ખૂબ જ મોંઘું લાગે છે તેઓ હવે ખર્ચા ઘટાડવાના રસ્‍તા શોધી રહ્યા છે અને તેનો સૌથી હાથવગો ઓપ્‍શન ઘરે જમવાનું બનાવવાનો છે. અમેરિકન્‍સની શોપિગ અને સ્‍પેન્‍ડિંગ હેબિટ્‍સમાં જે ફેરફાર થઈ રહ્યા છે તેની અસર ફુડ ઈન્‍ડસ્‍ટ્રી પર પણ જોવા મળી રહી છે. કેટલાક કસ્‍ટમર્સ બહાર જમવાને બદલે ગ્રોસરી પાછળ વધારે ખર્ચો કરી રહ્યા છે જ્‍યારે પતિ-પત્‍ની બંને કમાતા હોય તેવી ફેમિલીમાં હજુય ઘરે કુકિગ કરવાને બદલે ફુડ ઓર્ડર કરવાનું વધુ કન્‍વિનિયન્‍ટ રહે છે.

એક વાત સ્‍પષ્ટ છે કે ઘર ચલાવવાના ખર્ચામાં થયેલા વધારાને કારણે અમેરિકન્‍સે રેસ્‍ટોરાંમાં જમવા જવાનું ઓછું કરી દીધું છે. જ્‍યારે ઘરનું બજેટ સાચવવા માટે અન્‍ય ખર્ચા પર કામ મૂકવાની નોબત આવે ત્‍યારે સૌ પહેલા રેસ્‍ટોરાંનો નંબર આવતો હોય છે. જો મોંઘવારીમાં ઘટાડો થાય તો પણ અગાઉ થયેલા ભાવવધારાની અસર નથી ઓસરવાની. જો ગ્રોસરી સહિતની ચીજવસ્‍તુઓની કિમતમાં વધારો થવાની ઝડપ ઘટી જાય તો પણ રેસ્‍ટોરાંમાં જમવા જવાનું સસ્‍તું નથી થવાનું અને તેવી જ રીતે રોજબરોજના બીજા ખર્ચા ઓછા નથી થવાના. આ સ્‍થિતિમાં રેસ્‍ટોરાં ચલાવતા લોકો માટે ધંધામાં ટકી રહેવું મુશ્‍કેલ બની રહ્યું છે. તેમને પોતાના મેનુની પ્રાઈસ કસ્‍ટમર્સને પોસાય તેવી રાખવાની સાથે ખુદના ખર્ચા પણ કાઢવાના છે અને સાથે જ માર્જિન પણ જાળવી રાખવાનું છે, પણ હાલની સ્‍થિતિ એક સાંધતા તેર તૂટે તેવી છે.

ફોક્‍સ ન્‍યૂઝના રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ફુડ પ્રાઈસ ઉપરાંત અમેરિકામાં વધતા જતા ટિપિગ કલ્‍ચરથી પણ લોકો પરેશાન છે. હવે તો કોફી શોપ્‍સ, એરપોર્ટ કિઓસ્‍ક અને અન્‍ય બિઝનેસીસમાં કે જ્‍યાં પહેલા ટીપ આપવાનું કલ્‍ચર નહોતું ત્‍યાં પણ ડિજિટલ પેમેન્‍ટ સિસ્‍ટમમાં કસ્‍ટમર્સને ૧૮થી ૨૫ ટકા જેટલી ટીપના ઓપ્‍શન્‍સ આપવામાં આવી રહ્યા છે. હવે તો એરપોર્ટ કિઓસ્‍ક પરથી જો કોઈ પાણીની બોટલ લે તો પણ તેની પાસેથી ટીપ માગવામાં આવી રહી છે. ટીપ આપવાનો મૂળભૂત ઉદ્દેશ ખૂબ જ સારી સર્વિસ આપનારાને ખુશ કરવાનો હતો પરંતુ હવે તો સૌ કોઈ ટીપ માગતું થઈ ગયું છે. હવે તો અમેરિકામાં એવા લોકોની સંખ્‍યા પણ વધી રહી છે કે જે કોઈ પ્રકારની ટીપ આપવા જ નથી માગતા. જોકે, ટીપ મળતી હોય તેવા પ્રોફેશનમાં કામ કરતા લોકોનો કલાકનો પગાર ઓછો હોય છે, જો ટીપ મળવાનું બંધ થઈ જાય કે ઓછું થાય તો તેમનો પગાર વધારવો પડે અને આમ થાય તો રેસ્‍ટોરાંની ઓપરેટિગ કોસ્‍ટ વધી જાય અને આખરે તો તેનો ભાર કસ્‍ટમર્સ પર જ આવવાનો છે!

(10:05 AM IST)