તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
‘અર્નબ' આવતીકાલે અતિ ભીષણ વાવાઝોડુ બની જશે
આજે વહેલી સવારે ડીપ ડીપ્રેશનમાંથી વાવાઝોડામાં તબદીલ થયેલ : આંધ્રના સમુદ્ર કિનારે બુધવારે લેન્ડ ફોલ થશેઃ ર૭ થી ર૯ તારીખ સુધી આંધ્ર, ઓડીસા, તેલંગાણા અને છતીસગઢ સુધી અતિ ભારે વરસાદની ચેતવણી : મધ્યપ્રદેશ સુધી પ્રભાવ પાડનારા આ ‘અર્નબ' ની અસર ગુજરાતમાં નહિવત પણ ઉતરના પવનો ગુજરાત તરફ વહેશે એટલે અહીં શિયાળો અચાનક આવી ગયેલો હોવાની અનુભુતી થશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ર૬: બંગાળની ખાડીમાં ઉદભવેલી સીસ્ટમ મજબુત બનીને ડીપ ડીપ્રેશન કેટેગરીએ પહોંચીને આજે વહેલી સવારે જ સાયકલોનીક સ્ટોર્મની કેટેગરીએ મજબુત બની ઘુમરાઇ રહી છે. આજે રાત્રે સમુદ્રમાં રહી, વધુ એનર્જી મેળવીને રાત્રે સાડા અગીયાર વાગ્યે સાયકલોનીક સ્ટોર્મમાંથી સીવીયર સાઇકલોનીક સ્ટોર્મમાં તબદીલ થઇ જશે. આવતીકાલે બપોરથી મોડી રાત્રી સુધી આ વાવાઝોડુ ભયંકર શકિતશાળી બનીને સમુદ્રમાં જ વેરી સીવીયર સાયકલોનીક સ્ટોર્મની કેટેગરીએ ઘુમરાતુ થઇ જશે. અર્થાત અતિ ભીષણ વાવાઝોડાની કેટેગરીએ પહોંચ્યુ હશે. ત્યારે તેની પવનની ગતી ૧૧પ થી ૧રપ કિ.મી. પ્રતિ કલાકની હશે. બુધવારે વાવાઝોડુ અર્નબ આંધ્રના તટીય પ્રદેશથી પ્રવેશી લેન્ડફોલ કરશે. ત્યારે પણ પવનની ગતી ૧૦પ થી ૧૧પ કિ.મી.ની હશે ત્યારે પણ પવનની ગતી ૧૦પ થી ૧૧પ કી.મી.ની હશે અને લેન્ડફોલ થયા બાદ પણ કેટલાક કલાકો સુધી આ અર્નબ વાવાઝોડુ સીવીયર સાયકલોનીક સ્ટોર્મની કેટેગરીએ જ યથાવત રહેનાર હોઇ, આંધ્ર-ઓડીસામાં ભારે તબાહી સર્જશે. બુધવારની રાત્રી સુધી આ વાવાઝોડુ સાયકલોનીક સ્ટોર્મ કેટેગરીએ જ યથાવત રહેશે. બાદમાં ર૯ તારીખને ગુરૂવારે મોડી રાત્રે ડીપ ડીપ્રેશન અને ડીપ્રેશન સ્વરૂપે નબળુ પડશે. ત્યાં સુધીમાં આ વાવાઝોડાના ટ્રેક મેપ અને ચાર્ટમાં આ વિગતો જોવા મળે છે.
ગુજરાતમાં અર્નબ વાવાઝોડાનો કોઇ પ્રભાવ તો નહી જોવા મળે પણ પવનોની દિશા બદલાયે હવે આગામી દિવસોમાં ગુજરાત પર ઉતરના પવનો વહેતા થયે શિયાળો અચાનક આવી ગયો હોવાની અનુભુતી થશે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
