News of Wednesday, 25th November 2026
તુર્કીયેમાં સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થતા ૫ જવાનોના મોત
તાલીમ દરમિયાન AS-532 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત

ઈસ્તાંબુલ તા.૨૫: તુર્કિયે વાયુ સેનાનું એક હેલિકોપ્ટર મંગળવારે રાતે પヘમિી તુર્કિયેમાં ટ્રેનિગ ફલાઈટ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં ચાલકદળનાં ૫ સભ્ય શહીદ થયા હતા. રક્ષા મંત્રાલયે આ વાતની પૃષ્ટિ કરી હતી. આ ગત સપ્તાહમાં તુર્કિયેનાં સશષ દળો સાથે થયેલ બીજી હેલિકોપ્ટર દુર્ઘટના છે. રક્ષા મંત્રાલયના નિવેદન અનુસાર, ખ્લ્-૫૩૨ ક્રૂગર હેલિકોપ્ટર એસ્કીશેહિર સ્થિત વાયુસેનાનાં ફર્સ્ટ મેન જેટ બેઝ કમાન્ડથી ટ્રેનિગ માટે ઉડ્યું હતું.
મંત્રાલય દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘અમારી વાયુસેના સંબંધિત ખ્લ્-૫૩૨ પ્રકારનું હેલિકોપ્ટર એસ્કીશેહિરથી ટ્રેનિગ માટે ઉડાન ભર્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું છે. હેલિકોપ્ટરનાં કાટમાળ સુધી પહોંચી જવાયું છે. શોધ અને બચાવ અભિયાન તાત્કાલિક હાથ ધરવામાં આવ્યા હતા.' જે પછી મંત્રાલયે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં સેવા આપી રહેલ પાંચેય જવાનો શહીદ થયાની પૃષ્ટિ કરી હતી.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
