તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં અરામકોની ગગનચુંબી ઇમારતને હુમલાથી નુકસાન : મિસાઇલ હુમલાના પ્રયાસ બાદ કાચ તૂટ્યા, જાનહાનિ નહીં
યમનના હૂથી બળવાખોરો દ્વારા છોડાયેલી મિસાઇલો સાઉદી હવાઈ સંરક્ષણ તંત્રે તોડી પાડી : રાજધાનીમાં ધડાકા સંભળાયા, સુરક્ષા વ્યવસ્થા સઘન

રિયાધ : પશ્ચિમ એશિયામાં વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં સરકારી તેલ કંપની સાઉદી અરામકોની વહીવટી ઇમારતને હુમલાના પ્રયાસ દરમિયાન પડેલા મિસાઇલના કાટમાળથી નુકસાન થયું છે. સાઉદી ઊર્જા મંત્રાલયે રવિવારે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે ઇમારતને મર્યાદિત નુકસાન થયું છે, પરંતુ કોઈ વ્યક્તિનું મૃત્યુ કે ઈજા થઈ નથી.
રિયાધના કિંગ અબ્દુલ્લાહ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટમાં આવેલી અરામકો ટાવર ઇમારતના અનેક માળના કાચ તૂટી ગયા હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. હુમલા પહેલાં રાજધાનીમાં મોટા ધડાકા સંભળાયા હતા અને નાગરિક સુરક્ષા વિભાગે સંભવિત જોખમ અંગે ચેતવણી જાહેર કરી હતી.
સાઉદીના નેતૃત્વ હેઠળના સૈન્ય ગઠબંધને જણાવ્યું કે યમનના ઈરાન સમર્થિત હૂથી બળવાખોરોએ રિયાધ તરફ છોડેલી બે બેલિસ્ટિક મિસાઇલોને હવાઈ સંરક્ષણ તંત્રે તોડી પાડી હતી. અન્ય ક્રૂઝ મિસાઇલ હુમલાઓ પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. સાઉદી સત્તાવાળાઓએ તાત્કાલિક સુરક્ષા અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે. હુમલાના પ્રયાસ અંગે હૂથી સંગઠન તરફથી તાત્કાલિક કોઈ નિવેદન આવ્યું નહોતું.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
