તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
એપલને પેટન્ટ કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો: હેપ્ટિક ટેક્નોલોજીની ચોરી બદલ યુએસ જ્યુરીએ ફટકાર્યો $5.7 અબજનો ઐતિહાસિક દંડ!
iPhone અને Apple Watch માં ટેપ્ટિક એન્જિનના ઉપયોગથી 'ટેક્શન' કંપનીની પેટન્ટનું ઉલ્લંઘન થયું હોવાનો કોર્ટનો ચુકાદો; એપલે કહ્યું, "અમે નિર્ણય સામે અપીલ કરીશું"

ન્યૂયોર્ક : ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની એપલ ઇન્ક. (Apple Inc.) ને પેટન્ટ વિવાદ કેસમાં યુએસ જ્યુરી દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક આંચકો આપવામાં આવ્યો છે. સેન ડિએગો સ્થિત ટેકનોલોજી કંપની 'ટેક્શન' (Taction) ના પેટન્ટ અધિકારોનું ઉલ્લંઘન કરવા બદલ અમેરિકી જ્યુરીએ એપલને 5.7 અબજ ડોલર (આશરે ₹47,000 કરોડથી વધુ) ની જંગી રકમ ચુકવવાનો આદેશ આપ્યો છે.
આ સમગ્ર વિવાદ iPhone અને Apple Watch માં ઉપયોગમાં લેવાતા 'ટેપ્ટિક એન્જિન' (Taptic Engine) સાથે જોડાયેલો છે. આ ટેક્નોલોજી સ્ક્રીન પર ટચ કરતી વખતે હળવા ધ્રુજારીના સંકેતો (હેપ્ટિક ફીડબેક) આપે છે. જ્યુરીના જણાવ્યા મુજબ, એપલના આ ટેપ્ટિક એન્જિને ટેક્શન કંપનીની બે મહત્વપૂર્ણ પેટન્ટનું સીધું ઉલ્લંઘન કર્યું છે. ટેક્શન કંપનીએ વર્ષ 2021 માં આ અંગે કાનૂની કેસ દાખલ કર્યો હતો.
બીજી તરફ, એપલે જ્યુરીના આ નિર્ણયને સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે અને ઉપલી કોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે. એપલનું કહેવું છે કે તેમનું ટેપ્ટિક એન્જિન ટેક્શનની ટેક્નોલોજી કરતા મૂળભૂત રીતે સંપૂર્ણ અલગ છે અને તેઓ કોઈની પેટન્ટનો ઉપયોગ કરતા નથી. નોંધનીય છે કે 2023 માં ફેડરલ જજે એપલની તરફેણમાં નિર્ણય આપ્યો હતો, પરંતુ ત્યારબાદ ગયા વર્ષે 'યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટ' દ્વારા આ કેસને પુનઃજીવિત કરવામાં આવ્યો હતો.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
