તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
અનુપ જલોટા રચશે ઇતિહાસઃ ડરબનમાં ૨,૭૦,૦૦૦ હનુમાન ચાલીસાના પાઠમાં લેશે ભાગ
ચિન્મય મિશન દક્ષિણ આફ્રિકાને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોઇ ‘મેન ટુ હનુમાન' નામે એક અભૂતપૂર્વ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન ડરબનમાં કરાયું છે

મુંબઈ,તા.૧: ચિન્મય મિશન દક્ષિણ આફ્રિકાને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોઇ ‘મેન ટુ હનુમાન‘ નામે એક અભૂતપૂર્વ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન ડરબનમાં કરાયું છે. દક્ષિણ આફ્રિકાની ધરતી પર હનુમાન ચાલીસાના પાઠથી ગુંજી ઊઠવાની છે. આગામી ૫ જુલાઈ, ૨૦૨૬ના રોજ ડરબનના ચેટ્સવર્થ સ્ટેડિયમમાં દસ હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેવાના છે અને હનુમાન ચાલીસાનો સામૂહિક પાઠ કરવાના છે.
સ્ટેડિયમમાં હાજર દસ હજાર કરતાં પણ વધારે ભક્તો સાથે મળીને સામૂહિક રીતે હનુમાન ચાલીસાના ૨૭ પાઠ કરશે. આ રીતે દક્ષિણ આફ્રિકા અને સમગ્ર વિશ્વમાં શાંતિ, સદભાવ, સમૃદ્ધિ અને કલ્યાણ અર્થે ટોટલ ૨,૭૦,૦૦૦ હનુમાન ચાલીસાના પાઠનો એક ભવ્ય મહાકુંભ યોજાશે.
આ ભવ્ય આયોજન ચિન્મય મિશન ના સ્વામી અભેદાનંદજીના પ્રેરક માર્ગદર્શન હેઠળ થવાનું છે. તેમનો ઉદ્દેશ્ય છે કે એક એવું મંચ તૈયાર કરવું કે જ્યાં વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા હિન્દુ સમુદાયના લોકો ભક્તિની સહિયારી ભાવના સાથે ભેગા થાય. આ આયોજન બાબતે સ્વામી અભેદાનંદજી જણાવે છે કે, હનુમાનજી સાહસ, નમ્રતા, સેવા અને અનન્ય ભક્તિના પ્રતીક છે. આ સામૂહિક પાઠ દ્વારા અમે લોકોને મતભેદોથી દૂર જઇ એકતાની શક્તિ ઓળખવા પ્રેરિત કરવા માંગીએ છીએ અનુપ જલોટા કહે છે સ્વામી અભેદાનંદજીને મયો ત્યારે તેમની આધ્યાત્મિક દ્રષ્ટિ અને સમાજ પ્રત્યેના સમર્પણથી હું ખૂબ પ્રભાવિત થયો હતો.
ભજનસમ્રાટ અનુપ જલોટા અને અનુજા સહાય પણ રંગાશે ભક્તિના રંગમાં આ આયોજનની વિશિષ્ટતા એ છે કે પદ્મશ્રી ભજનસમ્રાટ અનુપ જલોટા અને જાણીતી પ્લેબેક સિગર અને એક્ટ્રેસ અનુજા સહાય પણ જોડાશે.
હનુમાન ચાલીસાના પાઠ ઉપરાંત આખું સ્ટેડિયમ દસ હજાર ભગવા ધ્વજોથી દૈદીપ્યમાન થશે. અહીં ૨૫,૦૦૦ પરંપરાગત ‘હનુમાન રોટ‘નો ભોગ ધરાવવામાં આવશે, જે દક્ષિણ આફ્રિકાની હિન્દુ પરંપરાનો એક અભિન્ન હિસ્સો છે. આનંદની વાત એ છે કે ‘ફલાવર ઓફ ફલોર‘ નામની સામુદાયિક પહેલ અંતર્ગત ભક્તોએ આ મહાપ્રસાદ તૈયાર કરવા લોટ, માખણ, ઘી અને ખાંડ જેવી સામગ્રીઓ સ્વેચ્છાએ દાનમાં આપી છે.
આ કાર્યક્રમ પૂજ્ય સ્વામી ચિન્મયાનંદ દ્વારા સ્થાપિત ચિન્મય આંદોલનના ૭૫ વર્ષ પૂર્ણ થવાના વૈશ્વિક અમૃત મહોત્સવનો જ એક ભાગ છે
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
