તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
અમેરિકાના સિએટલમાં દિવાળી ઉત્સવ દરમિયાન હિન્દુ વિરોધી દેખાવકારોનો હોબાળો: બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિક્ષેપ, સાંસદ પ્રમિલા જયપાલે આકરી ટીકા કરી: જમણેરી કાર્યકર જેક લેંગ અને થોમસ એલન સહિતના દેખાવકારોએ કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો: દેખાવકારોને કાર્યક્રમસ્થળેથી દૂર કરવામાં આવ્યા

વોશિંગ્ટન: અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના સિએટલ શહેરમાં આયોજિત દિવાળી ઉત્સવ દરમિયાન હિન્દુ વિરોધી તથા ભારતીય મૂળના લોકો વિરુદ્ધ વાંધાજનક સૂત્રો ધરાવતા દેખાવકારોએ હોબાળો મચાવતાં વિવાદ સર્જાયો હતો. શનિવાર, ૭ નવેમ્બરે સિએટલ સેન્ટર આર્મરી ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન જમણેરી કાર્યકર જેક લેંગ અને થોમસ એલન સહિતના દેખાવકારોએ કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમયે મંચ ઉપર નૃત્યપ્રદર્શન ચાલી રહ્યું હતું અને મોટી સંખ્યામાં ભારતીય મૂળના પરિવારો ઉપસ્થિત હતા. દેખાવકારોએ હિન્દુઓ તથા ઇમિગ્રન્ટ્સને નિશાન બનાવતાં બેનરો દર્શાવ્યા હતા. આયોજકો અને હાજર લોકોએ વિરોધ નોંધાવતાં દેખાવકારોને કાર્યક્રમસ્થળેથી દૂર કરવામાં આવ્યા હતા.
અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલે આ ઘટનાની નિંદા કરતાં જણાવ્યું હતું કે દિવાળી જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવારોની ઉજવણી દરેક સમુદાય સુરક્ષિત વાતાવરણમાં કરી શકે તે જરૂરી છે. ઘટનાના વીડિયો સામાજિક માધ્યમોમાં પ્રસારિત થયા બાદ ભારતીય મૂળના સંગઠનોએ પણ વિરોધ નોંધાવ્યો છે.
શેરબજારના પ્રથમ સમાચાર અંગે મહત્વનો અંતિમ સુધારો: બપોરે બજારમાં તેજી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ મુહૂર્ત ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૮૦,૯૯૯.૪૦ પર અને નિફ્ટી ૨૪,૯૮૬.૪૦ પર બંધ થયા હતા. એટલે બજારની અંતિમ સ્થિતિ અંગે સમાચાર પ્રકાશિત કરતી વખતે શરૂઆતની તેજીને બદલે આ બંધ ભાવનો ઉપયોગ કરવો.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
