<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

યમનમાં હુથીઓનો ફરી મિસાઇલ હુમલો : રાષ્ટ્રપતિ ભવન અને એડન એરપોર્ટ નિશાન બન્યાં: સાઉદી અરેબિયાના મક્કા-મદીના વિસ્તારમાં ડ્રોન તોડી પાડ્યાનો દાવો : હુથીઓએ આરોપ નકાર્યો

એડન, તા. ૩૧ : પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. યમનના હુથી બળવાખોરોએ શુક્રવારે એડન શહેરમાં આવેલા અલ-માશિક રાષ્ટ્રપતિ ભવન સંકુલ અને આંતરરાષ્ટ્રીય હવાઈમથકને નિશાન બનાવી બેલિસ્ટિક મિસાઇલો છોડ્યાનો યમનના સરકારી અધિકારીઓએ આરોપ મૂક્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શહેરમાં બે મોટા વિસ્ફોટ સંભળાયા હતા અને રાષ્ટ્રપતિ ભવન તરફ એમ્બ્યુલન્સ જતી જોવા મળી હતી. જોકે આ નવા હુમલામાં જાનહાનિ કે ચોક્કસ નુકસાન અંગે પુષ્ટિ મળી નથી.

બીજી તરફ સાઉદીના નેતૃત્વવાળા ગઠબંધને મક્કા અને મદીનાના વિસ્તારો તરફ આવેલા ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે. હુથીઓએ પવિત્ર શહેરોને નિશાન બનાવવાના આરોપોને નકારી કાઢ્યા છે. આ ઘટનાઓથી સમગ્ર વિસ્તારમાં તણાવ વધ્યો છે. 

(9:34 AM IST)