તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોડી રાત્રે મની લોન્ડરીંગ કેસમાં અનિલ અંબાણીના બે નજીકના સાથીદારોની ધરપકડ: રિલાયન્સ ફાઇનાન્સમાં ૪૦,૦૦૦ કરોડના કથિત બેંક લોન કૌભાંડ મામલે રિલાયન્સ કેપિટલના પૂર્વ વાઇસ ચેરમેન અમિતાભ ઝુનઝુનવાલા અને પૂર્વ સીએફઓ અમિત બાપના જેલભેગા

મની લોન્ડરિંગના કેસમાં તપાસ એજન્સી ઇડીએ રિલાયન્સ ગ્રુપના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓ અમિતાભ ઝુનઝુનવાલા અને અમિત બાપનાની મુંબઈમાંથી ધરપકડ કરી છે. આ કાર્યવાહી બેન્ક લોન કૌભાંડ સાથે જોડાયેલી છે.
અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઇડીએ મોટી કાર્યવાહી કરી છે. બુધવારે મોડી રાત્રે ઇડીએ રિલાયન્સ કેપિટલના પૂર્વ વાઇસ ચેરમેન અમિતાભ ઝુનઝુનવાલા અને પૂર્વ સીએફઓ અમિત બાપનાની ધરપકડ કરી હતી. બંનેને નવી દિલ્હીની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે.
આરોપ છે કે આ બંને અધિકારીઓએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ મારફતે શેલ કંપનીઓમાં ભંડોળ વાળવાનું સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું. આ કથિત બેન્કિંગ કૌભાંડ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું હોવાનો અંદાજ છે. ઇડી દ્વારા અગાઉ અનિલ અંબાણીની પણ પૂછપરછ કરવામાં આવી ચૂકી છે અને તેમની ૩,૬૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
