તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
છોકરીએ લગ્ન કરવાની ના પાડી તો ગુસ્સે ભરાયેલા પ્રેમીએ તેનું ઘર સળગાવી દીધું
આરોપીએ પોતાના સાથીદારો સાથે મળીને યુવતીના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરી દીધો

કોઈકબુતર,તા.૨૭: તમિલનાડુના કોઈમ્બતુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઈને ચિતા વધારી દીધી છે. અહીં એક યુવતી દ્વારા વાત કરવાની ના પાડવા પર એક માથાફરેલા યુવકે એવું ભયાનક પગલું ભર્યું કે આખા વિસ્તારમાં ડરનો માહોલ બની ગયો છે. આરોપીએ પોતાના સાથીદારો સાથે મળીને યુવતીના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરી દીધો હતો. આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
માહિતી મુજબ, પીડિત યુવતીની મુલાકાત કાર્તિક ઉર્ફે મરિઅપ્પન નામના યુવક સાથે કોલેજ દરમિયાન થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય વાતચીત થતી હતી, પરંતુ થોડા સમય પછી છોકરીને ખબર પડી કે કાર્તિક એક હિસ્ટ્રીશીટર છે અને તેની સામે ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ જાણ્યા પછી યુવતીએ તેનાથી અંતર બનાવી લીધું અને તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.
યુવતીએ સંબંધ પૂરો કરી દીધો તે આરોપીને મંજૂર નહોતું. એવું કહેવાય છે કે તે સતત છોકરીને ફોન કરીને હેરાન કરતો હતો અને ફરીથી વાત કરવા માટે દબાણ કરી રહ્યો હતો. જ્યારે છોકરીએ તેની વાત ન માની, તો તેનો ગુસ્સો વધતો ગયો.
રવિવારની સાંજે મામલો ખૂબ જ ખતરનાક વળાંક પર પહોંચી ગયો. આરોપી પોતાના ત્રણ સાથીદારો સાથે બે બાઇક પર સવાર થઈને યુવતીના ઘરે પહોંચ્યો હતો. ત્યાં પહોંચતા જ તેમણે છોકરીના પિતા સાથે ગેરવર્તણૂક કરી હતી. આરોપ છે કે તેમણે ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ પછી આરોપીઓએ દારૂની બોટલોમાં પેટ્રોલ ભરીને બનાવેલા દેશી બોમ્બ ઘર તરફ ફેંક્યા હતા.
હુમલા દરમિયાન એક પેટ્રોલ બોમ્બ ઘરના આગળના ભાગે ફાટ્યો હતો, જેનાથી તરત જ આગ લાગી ગઈ. આગની ઝપેટમાં આવીને ઘરની બહાર રાખેલું શૂ-રેક અને ઘણો સામાન બળી ગયો હતો. નજીકમાં પાર્ક કરેલું એક ટૂ-વ્હીલર પણ ઝપેટમાં આવી ગયું હતું. જો કે રાહતની વાત એ છે કે, તે સમયે પરિવારના સભ્યો સુરક્ષિત રહ્યા અને કોઈ મોટી દુર્ઘટના ન થઈ.
ઘટના પછી પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. ફૂટેજમાં આરોપી અને તેના સાથીદારો પહેલા પેટ્રોલ ખરીદતા અને પછી ઘર પર હુમલો કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
