<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

આનંદ મહિન્દ્રાની રિઝર્વ બેન્કના કેન્દ્રીય બોર્ડમાં વધુ ચાર વર્ષ માટે પુનઃનિયુક્તિ

તેઓ ચાર વર્ષ સુધી અથવા સરકારનો આગામી આદેશ આવે ત્યાં સુધી, બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી પદ ઉપર રહેશે


મુંબઈ : કેન્દ્ર સરકારે મહિન્દ્રા જૂથના અધ્યક્ષ આનંદ ગોપાલ મહિન્દ્રાને ભારતીય રિઝર્વ બેન્કના કેન્દ્રીય બોર્ડમાં અંશકાલીન બિનસત્તાવાર નિયામક તરીકે વધુ ચાર વર્ષ માટે પુનઃનિયુક્ત કર્યા છે. રિઝર્વ બેન્કની સત્તાવાર જાહેરાત પ્રમાણે તેમનો નવો કાર્યકાળ ૨૦ ઑગસ્ટ, ૨૦૨૬થી અમલમાં આવ્યો છે. તેઓ ચાર વર્ષ સુધી અથવા સરકારનો આગામી આદેશ આવે ત્યાં સુધી, બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી પદ ઉપર રહેશે. કેન્દ્રીય બોર્ડ રિઝર્વ બેન્કની નીતિ, વહીવટ, નાણાકીય દેખરેખ અને સંસ્થાકીય કામગીરી સંબંધિત મહત્ત્વના વિષયો ઉપર માર્ગદર્શન આપે છે. ઉદ્યોગ અને કોર્પોરેટ ક્ષેત્રનો લાંબો અનુભવ ધરાવતા આનંદ મહિન્દ્રા અગાઉથી જ આ બોર્ડમાં સેવાઓ આપી રહ્યા છે.

(12:15 AM IST)