<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

મુંબઈના દેવનારમાં ખટિક સમાજની મહત્વપૂર્ણ બેઠક: હાજી અરફાત શેખની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક : "સમાજ પર અન્યાય સહન નહીં થાય" :આપ્યો સ્પષ્ટ સંદેશ

ખાટિક સમાજના પ્રશ્નો અને સમસ્યાઓ પર થઈ ચર્ચા, સમાજના અધિકારો માટે એકજૂટ થવાની હાકલ, આગામી રણનીતિ અંગે લેવાયા મહત્વના નિર્ણયો

મુંબઈ તા.૨૬ : મુંબઈના દેવનાર વિસ્તારમાં ખટિક સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા હાજી અરફાત શેખે કરી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ખટિક સમાજ સામે આવી રહેલી સમસ્યાઓ અને તેમના પર થઈ રહેલા અન્યાયના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. હાજી અરફાત શેખે બેઠકને સંબોધતા કહ્યું કે _"ખાટિક સમાજ પર કોઈપણ પ્રકારનો અન્યાય સહન કરવામાં આવશે નહીં"

 

તેમણે વધુમાં જણાવ્યું કે સમાજના લોકોના હક અને અધિકારો માટે સમાજે એકજૂટ થઈને લડત આપવી પડશે. સરકાર અને તંત્ર સમક્ષ સમાજની માંગણીઓ મૂકવા માટે આગામી રણનીતિ પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવી.

1.  સમાજના યુવાનોને શિક્ષણ અને રોજગારીની તકો મળે તે માટે પ્રયાસો તેજ કરવામાં આવશે

2.  સમાજ પર થતા કોઈપણ અન્યાય સામે કાયદાકીય રીતે લડત આપવામાં આવશે  

3.  સમાજની એકતા માટે ગામ-ગામમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે

બેઠકના અંતે ઉપસ્થિત સૌએ સમાજની એકતા અને પ્રગતિ માટે સાથે મળીને કામ કરવાની પ્રતિજ્ઞા લીધી.

(1:05 PM IST)