તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
48 કલાકથી વધુ સમય ન્યાયિક કસ્ટડીમાં રહેનાર કર્મચારી આપો આપ સસ્પેન્ડ ગણાશે:સુપ્રીમ કોર્ટનો સરકારી કર્મચારીઓના મોટો ચુકાદો
સમસ્તીપુરમાં ૪ હજાર રૂપિયાની લાંચના આરોપસર કરાર આધારિત કર્મચારીના પટના હાઈકોર્ટે રદ કરેલા જામીન બહાલ કરતાં સર્વોચ્ચ અદાલતે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટની જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠે સરકારી કર્મચારીઓની ધરપકડ અને સસ્પેન્શન અંગે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે 48 કલાકથી વધુ સમય ન્યાયિક કસ્ટડીમાં રહેનાર કર્મચારી આપો આપ સસ્પેન્ડ ગણાશે.જેના માટે વિભાગે અલગથી સસ્પેન્શન ઓર્ડર બહાર પાડવાની જરૂર નહીં રહે. બિહારના સમસ્તીપુરમાં ૪ હજાર રૂપિયાની લાંચના આરોપસર કરાર આધારિત કર્મચારીના પટના હાઈકોર્ટે રદ કરેલા જામીન બહાલ કરતાં સર્વોચ્ચ અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી કે અધિકારીઓ ઘણીવાર પોતાના માનીતા કર્મચારીઓને બચાવવા સસ્પેન્શન આદેશમાં વિલંબ કરતા હોય છે, જેનાથી આરોપી હોદ્દા પર રહી તપાસ અને પુરાવાને પ્રભાવિત કરી શકે છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
