<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

સતત ભાવ વધારાથી નાગરિકોના જીવન નિર્વાહ ખર્ચમાં ચિંતાજનક વધારો

પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો હવે અસહ્ય બની રહ્યો છે : તેલ કંપનીઓ દ્વારા ઈંધણમાં ધીરેધીરે પૈસામાં કરાઈ રહેલો વધારો

નવી દિલ્‍હી,તા.૨૫: કેન્‍દ્ર સરકારે ૧૦ દિવસમાં જ ત્રીજી વખત કરેલા ભાવ વધારા બાદ હવે નાગરિકોના જીવન નિર્વાહ ખર્ચમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી સતત વધી રહી હોવાના કારણે હવે સામાજિક જીવન પર પણ અસરો જોવા મળશે. સામાન્‍ય નાગરિકોની બચતો હવે ધોવાઈ રહી છે. જેના પગલે જીવન નિર્વાહની તરાહ બદલવાની ફરજ પડી રહી છે.

બીજી તરફ નોકરી વ્‍યવસાય માટે દૂર વાહન લઇને જનારાઓએ હવે નોકરી - ધંધાના સ્‍થળ નજીક પડે તેવા સ્‍થાન પર રહેવા જવાનું વિચારી રહ્યા છે. ભાડેથી રહેતા નાગરિકોને સમયમાં તેમના માલિકો ઘરભાડામાં વધારો કરે તેવી ચિતા સતાવી રહી છે. બીજી તરફ આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્‍યારે શિક્ષણ ખર્ચમાં તોતિગ વધારાનો કેવી રીતે સામનો કરી શકાશે ? તેવી ચિતા છે. મોજ શોખ પાછળના ખર્ચમાં પણ ધરખમ ઘટાડો કરવાની ફરજ પડશે. કરિયાણું, દૂધ, શાકભાજી, ફળફળાદી પાછળનો ખર્ચ હવે ૧૨ થી ૧૫ ટકા વધી જવા પામશે. ટ્રાન્‍સપોર્ટેશન વાહનના ઈધણ પાછળનો ખર્ચ ૮ ટકા વધી જશે. શિક્ષણ ખર્ચ પણ ટકા ઉપરાંત વધી શકે છે. હવે શનિ- રવિવારના રોજ પરિવાર સાથે બહાર ખાણી પીણીનો ખર્ચ પણ આ સ્‍થિતિમાં ઘટાડવો પડશે. દવાઓ પાછળનો ખર્ચ પણ વધશે જોકે હજી કેટલો વધશે તેનો અંદાજ આવ્‍યો નથી. બીજી તરફ આગામી સમયમાં ઘરમાં શુભ પ્રસંગ જેવા કે સંતાનના લગ્ન, ઘરનું વાસ્‍તુ જેવા પસંગો યોજનારાઓના બજેટ પણ હાલમાં જે રીતે ભાવ વધી રહ્યા છે તેની અસરથી પણ મુક્‍ત નહિ રહે. નવા ખર્ચની ગણતરી કરીને હવે બજેટ સુધારવામાં આવી રહ્યા છે. હજી આગામી દિવસોમાં ભાવ વધારો આવી રહ્યો હોવાના એંધાણથી પણ સમય આયોજન બદલવાની સ્‍થિતિ સર્જાઈ છે. ઈધણમાં સતત ભાવ વધારાને લઈ લોકો ઈલેક્‍ટ્રીક વ્‍હિકલ તરફ વળ્‍યાં છે. ટુ અને ફોર વ્‍હીલરના શો - રૂમ પર પુછપરછ કરનારા લોકોની સંખ્‍યા વધી છે. નોંધનીય છે કે, તેલ કંપનીઓ દ્વારા રૂપિયામાં નહીં પણ પૈસામાં વધારો કરાઈ છે. જે વધારો એક રૂપિયાની આસપાસ જ હોય છે. ધીરેધીરે પેટ્રોલ - ડિઝલમાં વધારો થશે.

(9:57 AM IST)