તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
અમૃતસર-જામનગર એક્સપ્રેસવે બન્યો ડેથ-વે
લોકસભામાં રજૂ થયા ચોંકાવનારા આંકડા : ૨૦૨૫માં ૯૭ અકસ્માત જેમાં ૯૯ લોકોના મોત અને ૯૦ લોકો ઘાયલ થયા હતાઃ ચાલુ વર્ષે ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીમાં ૫૭ અકસ્માતો નોંધાયા છે, જેમાં ૬૭ લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી તા.૭: દેશના વિવિધ એક્સપ્રેસવે પર અકસ્માતોની સંખ્યામાં ચિતાજનક વધારો થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર છેલ્લા ત્રણ વર્ષોમાં અકસ્માતો અને મૃત્યુઆંક સતત વધ્યો હોવાની માહિતી લોકસભામાં રજૂ કરવામાં આવી છે.
લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ દેશના એક્સપ્રેસવે પર અકસ્માતોની સંખ્યામાં ચિતાજનક વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર છેલ્લા કેટલાક વર્ષોમાં અકસ્માતો અને મૃત્યુઆંક સતત વધ્યા છે.
ઇ-ડીએઆર પોર્ટલ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, વર્ષ ૨૦૨૩માં આ હાઇવે પર ૪૧ અકસ્માતોમાં ૩૦ લોકોના મોત અને ૫૦ લોકો ઘાયલ થયા હતા. વર્ષ ૨૦૨૪માં ૫૩ અકસ્માતોમાં ૫૫ મોત અને ૪૨ ઇજાગ્રસ્ત નોંધાયા હતા. જ્યારે વર્ષ ૨૦૨૫માં આ આંકડો વધીને ૯૭ અકસ્માતોનો થયો હતો, જેમાં ૯૯ લોકોના મોત અને ૯૦ લોકો ઘાયલ થયા હતા. ચાલુ વર્ષે ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીમાં ૫૭ અકસ્માતો નોંધાયા છે, જેમાં ૬૭ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૮૨ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ હાઇવે પર અકસ્માતો રોકવા અને તાત્કાલિક મદદ પૂરી પાડવા માટે સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર સુરક્ષા અને બચાવ કામગીરી માટે ૩૨ એમ્બ્યુલન્સ, ૩૨ ક્રેન અને ૩૨ રૂટ પેટ્રોલિંગ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ટ્રાફિક અને ઘટનાઓ પર નજર રાખવા માટે ૭૫૨ પીટીઝેડ કેમેરા, ૬૧૦ એએનપીઆર કેમેરા, ૧૫૫ રડાર અને ૨૩૮ વીડિયો ઇન્સિડન્ટ ડિટેક્શન સિસ્ટમ પણ લગાવવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
