News of Friday, 10th July 2026
રામ મંદિર દાન ચોરીની રકમ શેરબજારમાં રોકાઈ, વ્યાજે અપાઈ
સગાં-સંબંધીઓના ૩૦ બેન્ક ખાતાં ફ્રીઝ, આવકથી વધુ ટ્રાન્ઝેક્શન : આરોપીઓના ઘરોમાંથી રોકડ, દાગીના, જમીન દસ્તાવેજો મળ્યા

અયોધ્યા તા.૧૦: અયોધ્યાના રામજન્મભૂમિ મંદિરના દાનમાં થયેલી કપિત ઉચાપતના મામલાની તપાસમાં બહાર આવ્યું છે કે ચોરીની અમુક રક્તનું શેરબજારમાં રોકાણ કરાયું હતું અને કેટલીક રકમથી વ્યાજનો થશે પણ ચાલુ કરાયો હતો. આ ઉપરાંત આરોપીઓ પોતાના સગાં-સંબંધીઓ અને નજીકના સાથીઓ મારફત બેન્કોમાં નાશા ટ્રાન્સફર કરાવ્યો હતો.
તપાસના ભાગરૂપે પોલીસે ગુરુવારે સવારે આરોપી અનુકલ્પ મિશ્રાને તેના નિવાસસ્થાને લઈ જઈ લગભગ ૨૦ મિનિટ સુધી તપાસ કરી હતી. તેના પરિવારજનોની પણ પુછપરછ કરાઈ હતી. અગાઉ બુધવારે સહઆરોપી તે પણ લવકુશ મિશ્રા અને કરુલેશ પાંડેને પણ તેમના ઘરો પર લઈ જઈ તપાસ કરાઈ હતી. પોલીસે ત્રણેય આરોપીઓના સગાઓના ૩૦ બેંક ખાતા ફ્રીઝ કર્યા હતાં. આ ખાતાઓમાં થયેલી લેવડદેવડ ખાતાધારકોની જાણીતી આવકની કરતાં અનેક ગણી વધુ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય આરોપીઓના ઘરોમાં કરાયેલી તપાસ દરમિયાન રોકડ રકમના ભંડલ, સોનાના દાગીના (ઈયરિગ્સ અને લોકેટ સહિત) તેમજ એક કાર મળી આવી હતી. જોકે કેટલી રોકડ મળી અને ક્યા આરોપીના ઘરમાંથી શું જપ્ત થયું
તે અંગે પોલીસે કોઈ સત્તાવાર માહિતી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન અનુકલ્પ મિશ્રા અને સહઆરોપી અવિનાશે કબૂલાત કરી હતી કે ચોરીની રકમનો ઉપયોગ શેરબજારમાં રોકાણ કરવા અને વ્યાજે પૈસા આપવાના ધંધામાં કરવામાં આવ્યો હતો. આરોપીઓએ પોતાના નજીકના સાથીઓ અને સગાંઓમાં રકમ વહેંચી હતી અને બાદમાં તેજ રકમ ફરી પોતાના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવીને નાણાકીય વ્યવહારો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. અનુકલ્પ મિશ્રાની પૂછપરછ બાદ પોલીસે અયોધ્યામાં આવેલા તેના ઘરમાં દરોડો પાડી તેના નામે ખરીદવામાં આવેલી એક એકર જમીનના દસ્તાવેજો જપ્ત કર્યા હતાં. દસ્તાવેજો મુજબ આ જમીન આશરે ૩.૬.૭ લાખમાં ખરીદવામાં આવી હતી, પરંતુ હાલમાં તેની બજાર કિમત અનેકગણી વધુ છે
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
