તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
શ્રી સોમનાથ મહાદેવના દર્શને અમિતભાઈ શાહઃ ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરીઃ ધ્વજાપૂજનમાં જાડાયાઃ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે વિકાસ કાર્યોની સમીક્ષા કરી

વેરાવળઃ કેન્દ્રીય ગળહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ રહેલા શ્રી અમિતભાઈ શાહે સવારે મંદિરમાં શાષાોક્ત વિધિ-વિધાન સાથે મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. તેમણે ધ્વજાપૂજનમાં પણ ભાગ લીધો અને દેશની સુખ-શાંતિ અને સમળદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
દર્શન બાદ ગળહ મંત્રીએ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી. ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા યાત્રાધામ વિકાસના કાર્યો, પ્રવાસી સુવિધાઓ અને આગામી પ્રોજેક્ટની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
સોમનાથ મંદિર પરિસરમાં શ્રી શાહનું ટ્રસ્ટના પદાધિકારીઓએ સ્વાગત કર્યું હતું. મંદિરના મુખ્ય પૂજારીએ તેમને વિધિવત સંકલ્પ કરાવી પૂજા કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે શ્રી અમિતભાઈ શાહ અવારનવાર સોમનાથ દાદાના દર્શને આવે છે અને ટ્રસ્ટના ચેરમેન તરીકે યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે.
દર્શન સમયે સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો પણ આ સમયે દાદાના દર્શને ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ: દીપક કક્કડ- વેરાવળ)
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
