<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

બંગાળમાં બનશે અમિત શાહનું મંદિરઃ મહાનાયક માની પૂજા થશે

અમિત શાહે બંગાળને અરાજકતામાંથી મુક્‍તિ અપાવવા માટે જે સંઘર્ષ કર્યો છે, તેના માટે તેમને અહીં એક મહાનાયક તરીકે પૂજવામાં આવશે

હાવડા તા.૭: પヘમિ બંગાળના રાજકારણમાં કબજો અને રાજકીય ઘમાસાણ કોઈ નવી વાત નથી, પણ હાવડાથી આવેલા તાજેતરના સમાચારે આખા રાજ્‍યમાં હલચલ મચાવી દીધી છે. મંગળવારે મધ્‍ય હાવડા વિધાનસભા વિસ્‍તારના રામજી હાજરા લેન વિસ્‍તારમાં ભાજપ કાર્યકર્તાએ એક મોટા અભિયાન અંતર્ગત એક પાર્ક પર પોતાનો કબજો કરી લીધો. ભાજપનો આરોપ છે કે આ પાર્ક વર્ષોથી ટીએમસીના સ્‍થાનિક નેતાઓના કબજામાં હતો અને સામાન્‍ય જનતાનું અહીં આવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હતો. આ પાર્કને ખાલી કરાવ્‍યા બાદ ભાજપે ખાલી રાજનીતિ સુધી મર્યાદિત ન રાખતા, તેને એક આધ્‍યાત્‍મિક વળાંક આપતા અહીં કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મંદિર બનાવવાની ઘોષણા કરી દીધી. ભાજપના નેતાઓનું કહેવું છે કે અમિત શાહે બંગાળને અરાજકતામાંથી મુક્‍તિ અપાવવા માટે જે સંઘર્ષ કર્યો છે, તેના માટે તેમને અહીં એક મહાનાયક તરીકે પૂજવામાં આવશે. આ ઘટના બાદ હાવડામાં તણાવનો માહોલ છે.

મધ્‍ય હાવડાના સ્‍થાનિક લોકોની ફરિયાદનો હવાલો આપતા ભાજપ સંયોજક શિવશંકર સાધુખાને ટીએમસી પર આકરા પ્રહારો કર્યા. આ મીડિયામાં છપાયેલા સમાચાર અનુસાર, ભાજપનો દાવો છે કે ટીએમસીના પૂર્વ કાઉન્‍સિલર શ્‍યામલ મિત્રાએ આ પાર્કને પોતાની ખાનગી સંપત્તિની માફક ઉપયોગ કરતા હતા. વર્ષોથી આ પાર્ક પર તાળા લટકતા રહ્યા હતા, જેના કારણે સ્‍થાનિક બાળકો રમી શકતા નહોતા અને વૃદ્ધોને ફરવાની જગ્‍યા નહોતી મળતી. ભાજપે આને ગુંડાગીરી ગણાવતા કહ્યું કે સરકારી સંપત્તિને કોઈ એક પાર્ટીના કાર્યાલય અથવા જાગીર બનવા દેવી જોઈએ નહીં. કાર્યકર્તાઓએ મંગળવારે તેના તાળા તોડી જનતા માટે પાર્ક ખોલવાનું કામ કર્યું.

પાર્ક ખાલી કર્યા બાદ ભાજપે અહીં એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. ભાજપ કાર્યકર્તાઓનું કહેવું છે કે કેમ કે આ જગ્‍યા લાંબા સમયથી ખોટા હાથમાં હતી, એટલા માટે તેનું આધ્‍યાત્‍મિક શુદ્ધિકરણ જરૂરી છે. વૈદિક મંત્રોચ્‍ચારણ સાથે આહુતિઓ આપવામાં આવી અને આખો માહોલ ભગવા રંગે રંગાયો. કાર્યકર્તાઓનો ઉત્‍સાહ જોવા લાયક હતો અને તેઓ જયશ્રી રામની સાથે સાથે અમિત શાહના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા. ભાજપા નેતૃત્‍વે સ્‍પષ્ટ કર્યું છે કે હવેથી આ પાર્ક ખાલી સ્‍થાનિક લોકોના મનોરંજન માટે ખુલ્‍લો રહેશે અને અહીં કોઈ પણ રાજકીય પાર્ટીનો ગેરકાયદેસર કબજો સાંખી લેવામાં આવશે નહીં.

ભાજપના પ્‍લાન અનુસાર અહીં ખાલી અમિત શાહનું મંદિર જ નહીં પણ પાર્ટી સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ પરિસરમાં નેતાજી સુભાષ ચંદ્ર બોસની પણ એક વિશાળ પ્રતિમા સ્‍થાપિત કરવામાં આવશે. ભાજપનું કહેવું છે કે બંગાળના એ મહાપુરુષો અને રક્ષકોનું સન્‍માન કરવું જોઈએ, જેમણે રાજ્‍યની માટી માટે કામ કર્યું છે. આ ઘોષણા પાછળ ભાજપની રણનીતિ બંગાળી અસ્‍મિતા અને હિન્‍દુત્‍વના એજન્‍ડાને એક સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. પાર્ટી ઈચ્‍છે છે કે લોકો અમિત શાહને ખાલી એક દિલ્‍હીના નેતા તરીકે ન જોતા, તેને બંગાળના સાંસ્‍કૃતિક અને રાજનીતિક રક્ષક તરીકે ઓળખે.

(10:23 AM IST)