તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
પુણેમાં અમિતભાઈ શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે ૪૫ મિનિટ બંધબારણે બેઠકઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો, અનેક અટકળો શરૂ
મહાયુતિના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ મંત્રણાઃ એનસીપીના સંભવિત વિલીનીકરણ, રાજકીય સમીકરણો અને દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને મદદના મુદ્દા ચર્ચામાં

પુણે, તા.૧૭: કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહે આજે પુણેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે લગભગ ૪૦થી ૪૫ મિનિટ બંધબારણે બેઠક યોજતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. સેનાપતિ બાપટ રોડ પર આવેલી જેડબ્લ્યુ મેરિયટ હોટલમાં આ મંત્રણા યોજાઈ હતી.
એકનાથ શિંદે આજે સવારે થાણેથી પુણે પહોંચ્યા હતા. બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ પણ જોડાયા હોવાના અહેવાલ છે. મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ, બંને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના સંભવિત વિલીનીકરણ અને શિવસેનાના જુદા જુદા જૂથો વચ્ચે ચાલી રહેલી હિલચાલ અંગે ચર્ચા થઈ હોવાની અટકળો છે.
દરમિયાન ફડણવીસે રાજ્યમાં દુષ્કાળથી અસરગ્રસ્ત ખેડૂતો માટે કેન્દ્ર સમક્ષ માંગવામાં આવેલી રૂ.૩૧,૦૦૦ કરોડની સહાય અંગે પણ શાહ સમક્ષ રજૂઆત કરી છે. જોકે બંધબારણે યોજાયેલી બેઠકનો સંપૂર્ણ એજન્ડા જાહેર થયો નથી. પરિણામે રાજકીય અટકળોને સત્તાવાર નિર્ણય તરીકે જોવી યોગ્ય નથી.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
