તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
કાળઝાળ ગરમી વચ્ચે ઉત્તર ભારતના વાતાવરણમાં મોટો પલટો આવશે : ભારે વાવાઝોડું અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી
પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમી UPમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે:કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ધૂળભરી આંધીની ઝડપ 80થી 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે

નવી દિલ્હી :આકરા ઉનાળા અને નૌતપાની દઝાડતી ગરમી વચ્ચે ઉત્તર ભારતના લોકો માટે રાહતના તેમજ ચિંતાના મોટા સમાચાર આવ્યા છે. આજે રાત્રિથી જ ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવવાની શરૂઆત થઈ જશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ એલર્ટ મુજબ, આજે રાતથી દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કાળઝાળ ગરમી વચ્ચે ધૂળની ડમરીઓ સાથે જોરદાર વાવાઝોડું અને ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ હવામાન પલટો સામાન્ય નહીં હોય. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમી UPમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. એટલું જ નહીં, કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ધૂળભરી આંધીની ઝડપ 80થી 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન તરફથી વિશેષ ચેતવણી આપવામાં આવી છે. તેની અનુસાર પવનની ગતિ એટલી તીવ્ર હોઈ શકે છે કે કાચા મકાનોના પતરાં ઉડી શકે છે, વૃક્ષો ધરાશાયી થઈ શકે છે અને વીજળીના થાંભલા પણ પડી શકે છે, જેના કારણે જનજીવનને અસર થવાની શક્યતા છે.
દિલ્હી-NCR: આજે સાંજથી જ વાદળો ઘેરાવવાનું શરૂ થશે. રાત સુધીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં કરા પડી શકે છે. આખા ક્ષેત્રમાં હાઈ-એલર્ટ છે. વરસાદની સાથે તીવ્ર આંધી આવવાનો ખતરો છે. હરિયાણા અને રાજસ્થાન બોર્ડર પર અત્યારથી જ ગાજવીજ સાથે વાદળો બંધાવાના શરૂ થઈ ગયા છે. ધૂળભરી આંધી અને વીજળીના કડા
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
