<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

અમેરિકા દ્વારા જમીની આક્રમણની શક્યતા વચ્ચે ઈરાને સરહદો પર ૪,૨૦,૦૦૦ સૈનિકોનું વિશાળ સૈન્ય તૈનાત કર્યું : ઓમાનના અખાત સ્થિત મકરાણ કિનારે ભારે ઘેરાબંધી

તમામ સશસ્ત્ર દળોને સર્વોચ્ચ એલર્ટ ‘કોડ ૧૦૦’ પર રાખ્યા બાદ સ્પેશિયલ ફોર્સિસ, રૅપિડ રિસ્પોન્સ અને આર્ટિલરી યુનિટ્સ સરહદે ખડકાયા : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ‘મોટો નિર્ણય’ લેવાના નિવેદન બાદ યુદ્ધનો તણાવ ચરમસીમાએ

તેહરાન : યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વધી રહેલા ભીષણ તણાવ વચ્ચે ઈરાનની આર્મીએ દેશની સરહદો પર પોતાના ભૂમિદળના મોટા ભાગના યુનિટ્સ તૈનાત કરી દીધા છે. ઈરાની સમાચાર એજન્સી ફાર્સના અહેવાલો મુજબ, અમેરિકા તરફથી સંભવિત જમીની આક્રમણને પહોંચી વળવા માટે ઈરાને ઓમાનના અખાત સાથે જોડાયેલા વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા દક્ષિણી મકરાણ દરિયાકાંઠે સૈન્યનું ભારે જમાવડું કર્યું છે.

૪.૨ લાખ સૈનિકો સાથે વિશેષ ટુકડીઓ ખડકાઈ:
ઈરાની સૈન્ય પાસે આશરે ૪,૨૦,૦૦૦ સૈનિકોની કુલ ક્ષમતા છે. સરહદ પર તૈનાત કરાયેલા દળોમાં સ્પેશિયલ ફોર્સિસ, રૅપિડ-રિસ્પોન્સ યુનિટ્સ, મિકેનાઇઝ્ડ યુનિટ્સ અને આર્ટિલરી (તોપખાના) ફોર્મેશન્સનો સમાવેશ થાય છે. ઈરાન આશંકા સેવી રહ્યું છે કે અમેરિકી ભૂમિદળ દેશના દક્ષિણી દરિયાકાંઠાના શહેરો મારફતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરી શકે છે. જેથી આ દક્ષિણ વિસ્તારમાં સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવાના હેતુથી મકરાણ કોસ્ટ પર આટલી મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે.

સર્વોચ્ચ એલર્ટ લેવલ ‘કોડ ૧૦૦’ શરુ:
ઈરાને ગુરુવારે રાત્રે જ તેના તમામ સશસ્ત્ર દળોને કટોકટીના સર્વોચ્ચ એલર્ટ લેવલ ‘કોડ ૧૦૦’ પર મૂકી દીધા હતા, જેના તુરંત બાદ આ વિશાળ સૈન્ય ખડકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન:
બીજી તરફ, અમેરિકા સાથેના યુદ્ધમાં વધતા તણાવ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ ઈરાન સાથેના યુદ્ધમાં એક મોટા નિર્ણાયક મોડ તરફ આગળ વધી રહ્યા છે અને તેમની સામે એક બહુ મોટો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. બંને દેશો વચ્ચે સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરે તેવી ક્ષણો નિર્માણ થઈ છે.

(11:38 PM IST)