News of Sunday, 19th July 2026
જોર્ડનમાં હુમલા બાદ અમેરિકાનો લાલઘૂમ મિજાજ: બે સૈનિકોના મોત અને એક ગુમ થતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન પર ભીષણ હવાઈ હુમલા ચાલુ: ઇઝરાયલમાં રીફ્યુલિંગ એરક્રાફ્ટ તૈનાત કરી અમેરિકાની યુદ્ધની ભીષણ તૈયારીઓ

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે હવે આરપારના જંગની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલમાં પોતાના રીફ્યુલિંગ એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સમજૂતી માટે તૈયાર ન હોવાથી સૈન્ય કાર્યવાહી અનિવાર્ય છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ અત્યંત ગંભીર તબક્કામાં પહોંચી ગયો છે. શુક્રવારે રાત્રે જોર્ડનમાં થયેલા એક હુમલામાં અમેરિકાના બે સૈનિકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે એક સૈનિક ગુમ થયો છે.
આ ઘટનાથી રોષે ભરાયેલા અમેરિકાએ આકરી પ્રતિક્રિયા આપી છે. સેન્ટ્રલ કમાન્ડ દ્વારા શનિવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક નિર્દેશ બાદ ઈરાન સામે મોટા પાયે હવાઈ હુમલા શરૂ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા સાત દિવસથી અમેરિકા સતત ઈરાન પર હુમલા કરી રહ્યું છે જેમાં ઈરાનના પુલ એરપોર્ટ બંદરગાહ અને સરકારી ઈમારતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મંગળવારે સિચ્યુએશન રૂમમાં મળેલી બેઠકમાં ટ્રમ્પે સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
