<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

અમેરિકનોએ ગ્રોસરી ખરીદવાનું ઘટાડ્‍યું: વોલમાર્ટ સહિતની કંપનીઓ પ્રેશરમાં

મોંઘવારીમાં થયેલા વધારા ઉપરાંત લ્‍ફખ્‍ભ્‍માં થયેલા ફેરફારની સાથે-સાથે વજન ઘટાડવાની દવાઓ પણ ગ્રોસરીની ડિમાન્‍ડમાં થયેલા ઘટાડા માટે કારણભૂત

ન્‍યૂયોર્ક તા.૨૩: અમેરિકામાં ગ્રોસરી સ્‍ટોર્સ ચલાવતા ગુજરાતીઓએ હવે બિઝનેસમાં અણધાર્યા ઉતાર-ચઢાવ માટે તૈયાર રહેવું પડશે. ગ્રોસરીની ઘટી રહેલી ડિમાન્‍ડને લીધે હવે મોટી-મોટી કંપનીઓ પણ પ્રેશર અનુભવી રહી છે તેવામાં નાના રિટેલર્સ માટે માર્જિન જાળવી રાખવું અને ધંધામાં ટકી રહેવું મુશ્‍કેલ બની શકે છે. બાયન એન્‍ડ કંપની દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટ અનુસાર ગ્રોસરીની સતત વધતી કિમત અમેરિકન હાઉસહોલ્‍ડ્‍સ માટે ચિતાનો વિષય બની રહી છે જેને કારણે હવે લોકોની શોપિગ હેબિટ્‍સમાં પણ પરિવર્તન આવી રહ્યું છે.

આવક કરતાં મોંઘવારી વધુ ઝડપે વધતી હોવાથી હવે અમેરિકન્‍સ વધુ કિમત ચૂકવવાને બદલે ઓછી ગ્રોસરી ખરીદી રહ્યા છે જેના કારણે રિટેલર્સ અને ફુડ મેન્‍યુફેક્‍ચરર્સની સાથે-સાથે સમગ્ર ઈકોનોમી પણ પ્રભાવિત થઈ રહી છે. આ અહેવાલમાં આપણે જોઈશું કે કેમ અમેરિકન્‍સ ગ્રોસરી ખરીદવાનું ઘટાડી રહ્યા છે અને તેની બિઝનેસીસ પર શું અસર થઈ રહી છે.

NeilsenIQ અને બાયન એન્‍ડ કંપનીના રિપોર્ટમાં જણાવાયા અનુસાર ૨૦૨૫માં ગ્રોસરી પ્રોડક્‍ટ્‍સની ખરીદી મોટાભાગે ફલેટ રહી હતી જ્‍યારે ફેબ્રુઆરી ૨૦૨૬ પછી તેમાં યર ઓન યર એવરેજ બે ટકાનો ઘટાડો જોવા મળ્‍યો હતો. આ અંગે એક્‍સપર્ટ્‍સનું એવું માનવું છે કે ફુડ જેવી જીવનજરૂરી ચીજવસ્‍તુની માગમાં જોવા મળી રહેલો ઘટાડો અસામાન્‍ય કહી શકાય તેવી બાબત છે. તેનાથી ઓછી અથવા મધ્‍યમ આવક ધરાવતા લોકો પર કેટલું આર્થિક પ્રેશર છે તેનો પણ અંદાજ લગાવી શકાય છે.

ગ્રોસરીની વધતી કિમતોની સાથે-સાથે સપ્‍લિમેન્‍ટલ ન્‍યૂટ્રિશિયન આસિસ્‍ટન્‍સ પ્રોગ્રામ હેઠળ લોકોને જે ફુડ સ્‍ટેમ્‍પ આપવામાં આવે છે તેના ધારાધોરણ પણ બદલી દેવાતા લાખો લોકોને ફુડ સ્‍ટેમ્‍પ મળવાનું બંધ થઈ ગયું છે. તેના કારણે પણ લો ઈનકમ ધરાવતા લોકોનો પરચેઝિગ પાવર પ્રભાવિત થયો છે. આ તમામ પરિબળોને કારણે કસ્‍ટમર્સ હવે શું ખરીદવું અને શું ના ખરીદવું તેને લઈને ખૂબ જ સિલેક્‍ટિવ થઈ ગયા છે.

હાલ અમેરિકામાં એવી સ્‍થિતિ છે કે રિટેલર્સ ઓછી પ્રોડક્‍ટ્‍સ વેચી રહ્યા છે અને જે આઈટમ્‍સ વેચાઈ રહી છે તેમાં પણ તેમનો નફો ઘટી ગયો છે. ઈન્‍ડસ્‍ટ્રી એક્‍સપર્ટ્‍સનું માનવું છે કે ૨૦૧૯માં શોપિગ ટ્રીપનો ખર્ચો ૩૦૦ ડોલરની આસપાસ આવતો હતો જ્‍યારે આજે આ ખર્ચો ૪૦૦ ડોલરથી પણ વધી ગયો છે અને તેનાથી લોઅર ઈનકમ ગ્રુપની સાથે-સાથે મિડલ અને અપર ઈનકમ ધરાવતા લોકો પણ પ્રભાવિત થયા છે.

જીવનજરૂરી ચીજવસ્‍તુઓની કિમત વધી જાય ત્‍યારે લોકો નોન-અસેન્‍શિયલ પરચેઝ ઘટાડી દે છે, જેના કારણે આખીય ઈકોનોમી પ્રભાવિત થાય છે. કન્‍ઝ્‍યુમર્સ બિહેવિયરમાં થઈ રહેલા પરિવર્તન અંગે ઘ્‍ફગ્‍ઘ્‍એ પોતાના રિપોર્ટમાં જણાવ્‍યું છે કે ૨૮ ટકા જેટલા શોપર્સનું કહેવું છે કે તેમણે ગ્રોસરી પાછળનો ખર્ચો ઘટાડ્‍યો છે, આવું કહેનારા અડધોઅડધ કસ્‍ટમર્સ સસ્‍તી બ્રાન્‍ડ્‍સની વસ્‍તુઓ ખરીદવા લાગ્‍યા છે જ્‍યારે ૪૦ ટકા કુપન્‍સ, લોયલ્‍ટી રિવોર્ડ્‍સ અને પ્રમોશનલ ડિસ્‍કાઉન્‍ટ્‍સ શોધતા રહે છે.

ગ્રોસરી આઈટમ્‍સની ડિમાન્‍ડ ઘટવા પાછળનું બીજું એક મહત્‍વનું કારણ વેઈટ લોસ મેડિકેશન્‍સ પણ છે, કેટલાક રિસર્ચમાં એવું જાણવા મળ્‍યું છે કે જે અમેરિકન્‍સ વજન ઘટાડવાની દવાઓ લે છે તેમનો ખોરાક ઘટી જાય છે જેથી તેઓ ગ્રોસરી ઓછી ખરીદે છે. હાલ આવા કસ્‍ટમર્સની સંખ્‍યા ઘણી ઓછી છે, પરંતુ એક્‍સપર્ટ્‍સનું માનવું છે કે હજુ આ ટ્રેન્‍ડ શરૂ જ થયો છે અને ભવિષ્‍યમાં તેના કારણે સ્‍નેક ફુડ્‍સ અને શુગરી બેવરેજિસની ડિમાન્‍ડ ઘટશે.

કન્‍ઝ્‍યુમર્સની શોપિગ હેબિટમાં થઈ રહેલા ફેરફારને કારણે રિટેલ ઈન્‍ડસ્‍ટ્રીમાં ચાલી રહેલા કોમ્‍પિટિશનને એક નવી જ દિશા મળી છે. હવે ટ્રેડિશનલ સુપર માર્કેટ્‍સને બદલે ડિસ્‍કાઉન્‍ટ ચેઈન્‍સ, વેરહાઉસ ક્‍લબ્‍સ અને વેલ્‍યૂ ફોકસ્‍ડ રિટેલર્સનો બિઝનેસ વધી રહ્યો છે. જોકે, એવું પણ નથી કે હવે સસ્‍તામાં સામાન વેચનારા જ માર્કેટમાં ટકી શકશે, રિટેલર્સે હવે ગ્રોસરી આઈટમ્‍સની સાથે-સાથે રોજબરોજના વપરાશની દૂધ, ઈંડા, ચિકન, બીફ અને બ્રેડ જેવી ચીજવસ્‍તુઓના ભાવ પણ પોતાના કોમ્‍પિટિટર્સ કરતા ઓછા રાખવા પડશે.

(10:19 AM IST)