તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
અમેરિકાએ ગણેશ અને બુદ્ધની મૂર્તિઓ સહિત ૬૫૭ કલાકૃતિઓ સોંપી
ભારતનો ખોવાયેલો ખજાનો પરત દાણચોર સુભાષ કપૂરની જાળમાંથી મુક્ત કરાયેલી રૂ.૧૧૫ કરોડથી વધુની કિંમતી પુરાતત્વીય સંપત્તિ મળી

નવી દિલ્હી, તા.૩૦: અમેરિકાના ન્યૂ યોર્ક સ્થિત મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે ભારતને તેનો ઐતિહાસિક વારસો પરત સોંપતા ૬૫૭ કિંમતી પ્રાચીન વસ્તુઓ પરત કરી છે. આ કલાકળતિઓની કુલ કિંમત આશરે ૧૪ મિલિયન યુએસ ડોલર (અંદાજે ૧૧૭ કરોડ રૂપિયા) છે. કુખ્યાત દાણચોર સુભાષ કપૂર અને નેન્સી વેઇનરની ગેંગ વિરુદ્ધ વર્ષો સુધી ચાલેલી તપાસ બાદ આ ખજાનો મળી આવ્યો હતો. ન્યૂ યોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ દ્વારા આયોજિત એક વિશેષ સમારંભમાં આ સાંસ્કળતિક ધરોહર ભારતને સોંપવામાં આવી, જે બંને દેશો વચ્ચેના મજબૂત કાયદાકીય સહયોગનું પ્રતીક છે.
પરત કરાયેલી વસ્તુઓમાં સૌથી મહત્વની ૯મી સદીની અવલોકિતેશ્વરની કાંસ્ય પ્રતિમા છે, જે ૧૯૫૨માં રાયપુરના મ્યુઝિયમમાંથી ચોરાઈ હતી અને ૧૯૮૨માં દાણચોરી દ્વારા અમેરિકા પહોંચી હતી. આ ઉપરાંત, મધ્યપ્રદેશના મંદિરમાંથી ૨૦૦૦માં ચોરાયેલી નળત્ય મુદ્રામાં ગણેશજીની રેતીના પથ્થરની મૂર્તિ અને બુદ્ધની અત્યંત કિંમતી લાલ રેતીના પથ્થરની મૂર્તિનો પણ સમાવેશ થાય છે. મેનહટન એટર્ની એલ્વિન બ્રેગે જણાવ્યું કે ભારતના સાંસ્કળતિક વારસાને લૂંટતી ટોળકીઓ ખૂબ જ સક્રિય છે અને હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
ભારતીય દૂતાવાસે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરિટી અને એન્ટિક્વિટીઝ ટ્રાફિકિંગ યુનિટના સતત પ્રયાસોની પ્રશંસા કરી છે. આ જપ્તીમાં અત્યાર સુધીમાં ૬,૨૦૦ થી વધુ કલાખજાના કબજે કરાયા છે જે વિશ્વના ૩૬ દેશોમાં પરત મોકલવામાં આવ્યા છે. ભારત સરકાર હવે સુભાષ કપૂરના પ્રત્યાર્પણ માટે પ્રયત્નશીલ છે, જેને ૨૦૨૨માં ભારતમાં પહેલેથી જ દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આ સફળતા ભારતની પ્રાચીન ઓળખને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોમાં એક મોટો વળાંક સાબિત થઈ શકે છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
