તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
અમેરિકાએ ઈરાનના ચાબહાર બંદર પર બોમ્બમારો કર્યો
અમેરિકન દળોએ ઈરાનના મહત્વપૂર્ણ ચાબહાર બંદર પરના દરિયાઈ ટ્રાફિક નિયંત્રણ ટાવરને નિશાન બનાવ્યું

અમેરિકાએ ઈરાનના ચાબહાર બંદર પર બોમ્બમારો કર્યો છે. રિપોર્ટ અનુસાર અમેરિકન દળોએ ઈરાનના મહત્વપૂર્ણ ચાબહાર બંદર પરના દરિયાઈ ટ્રાફિક નિયંત્રણ ટાવર પર મિસાઈલ હુમલો કર્યો હતો, જેમાં તે સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં આ સુવિધા પર આ બીજો સીધો હુમલો છે. અમેરિકાએ દક્ષિણ ઈરાનના ચાબહારમાં નાગરિક-ઉપયોગમાં લેવાતા દરિયાઈ નિયંત્રણ ટાવર પર હુમલો કર્યો છે.
ચાબહાર ઈરાન માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. તે હોર્મુઝ સ્ટ્રેટ(Strait of Hormuz)ની બહાર દેશનું એકમાત્ર ઊંડા પાણીનું બંદર છે, જે ઈરાનને ખાડીમાંથી પસાર થયા વિના હિંદ મહાસાગર સુધી સીધી પહોંચ આપે છે. તે ભારતના સહયોગથી બનેલા ચાબહાર કોરિડોરનું મુખ્ય કેન્દ્ર પણ છે, જે ભારતના પાકિસ્તાનને સંપૂર્ણપણે બાયપાસ કરીને ઈરાનને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે જોડે છે, હાલમાં તે સ્પષ્ટ નથી કે શું આ હુમલો તે જગ્યાએ કરવામાં આ્યો છે કે જ્યાં ભારતનો પ્રોજેક્ટ છે?
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
