<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

દક્ષિણ ઈરાનના વ્યૂહાત્મક ચાબહાર પોર્ટ પર પ્રથમ વખત અમેરિકાએ હુમલો કર્યો

હુમલા દરમિયાન ચાબહારના ટ્રાફિક કંટ્રોલ ટાવર અને ઈમામ અલી બેઝ સહિતના મહત્વના લક્ષ્યોને નિશાન બનાવાયા:ચાબહાર પોર્ટના શાહિદ બેહેશ્તી પોર્ટ વિસ્તારમાં પણ ભારે નુકસાન

ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી એકવાર ખુલ્લા સંઘર્ષમાં ફેરવાયો છે. અમેરિકાએ ઈરાનના અનેક વ્યૂહાત્મક સ્થળો પર હવાઈ હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે. દક્ષિણ ઈરાનના વ્યૂહાત્મક ચાબહાર પોર્ટ પર પ્રથમ વખત અમેરિકાએ હુમલો કર્યો હોવાનું અહેવાલો સૂચવે છે.

  હુમલા દરમિયાન ચાબહારના ટ્રાફિક કંટ્રોલ ટાવર અને ઈમામ અલી બેઝ સહિતના મહત્વના લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ચાબહાર પોર્ટના શાહિદ બેહેશ્તી પોર્ટ વિસ્તારમાં પણ ભારે નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલા બાદ મધ્ય પૂર્વમાં ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે. ચાબહાર પોર્ટ ભારત માટે પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, જ્યાં ભારતે અંદાજે ₹1,000 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે હુમલાથી ભારતના રોકાણને કેટલી અસર થઈ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

(11:41 AM IST)