તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
અમેરિકાઃ ઓહાયોમાં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર પર હુમલો
તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો અને મંદિરની બારીઓ તોડી નાખી : ઓહાયોના ગ્રેટર ક્લેવલેન્ડમાં હિન્દુ મંદિર પર ઈંટોનો હુમલો કોઈને ઈજા થઈ નથી

વોશિંગ્ટન તા.૩: અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી અત્યંત ચિતાજનક સમાચાર સામે આવ્યા છે. ગ્રેટર ક્લેવલેન્ડ વિસ્તારમાં એક હિન્દુ મંદિર પર તોફાની તત્વોએ ઈંટોથી હુમલો કર્યો. હુમલા સમયે પૂજારી અને ઘણા ભક્તો મંદિરની અંદર હાજર હતા.
કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા (CoHNA) અનુસાર, આ ઘટના શુક્રવારે બપોરે બની હતી. ઓહાયોના રિચમંડ હાઇટ્સમાં સ્થિત શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર વડતાલધામને નિશાન બનાવવામાં આવ્યું હતું.
હુમલાખોરોએ મંદિર પર ઈંટો ફેંકી, કાચની બારીઓ તોડી નાખી. સદનસીબે, હુમલા દરમિયાન કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના તાત્કાલિક સત્તાવાર અહેવાલો મળ્યા નથી.
CoHNA એ આ ઘટનાની સખત નિદા કરી છે. સંગઠને રિચમંડ હાઇટ્સના મેયર કિમ થોમસ અને સ્થાનિક પોલીસ વહીવટીતંત્રને આ કટ્ટરતા સામે અવાજ ઉઠાવવા અને ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. જોકે, આ કેસમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કે ધરપકડ કરવામાં આવી નથી.
સંગઠને દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકામાં હિન્દુ સમુદાય હિન્દુ હેરિટેજ મહિનાની ઉજવણી શરૂ કરી રહ્યો છે અને નવરાત્રિનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે.
આ હુમલા બાદ, CoHNA એ ચિતા વ્યક્ત કરી હતી કે યુ.એસ.માં હિન્દુ મંદિરો અને સમુદાય સામે નફરત અને હિસાની ઘટનાઓ વધી રહી છે. તેના નિવેદનમાં, સંગઠને તાજેતરના વર્ષોમાં હિન્દુ મંદિરો પર હુમલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ડિસેમ્બર ૨૦૨૩ - કેલિફોર્નિયાના નેવાર્કમાં SMVS શ્રી સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર અપમાનજનક અને દ્વેષપૂર્ણ સૂત્રો લખવામાં આવ્યા હતા.
સપ્ટેમ્બર ૨૦૨૪ - મેલવિલે, ન્યુ યોર્ક અને સેક્રામેન્ટો, કેલિફોર્નિયામાં BAPS મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી.
માર્ચ ૨૦૨૫ - કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં BAPS મંદિરને પણ દ્વેષપૂર્ણ સંદેશાઓથી બગાડવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ વારંવાર બનતી ઘટનાઓએ યુ.એસ.માં રહેતા ભારતીય અને હિન્દુ સમુદાયના સભ્યોની સલામતી અંગે ઊંડી ચિતા ઉભી કરી છે
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
