News of Thursday, 24th September 2026
દેશના સૌથી અમીર બન્યા અદાણી પાછળ રહી ગયા અંબાણી
અદાણીની સંપત્તિમાં વાર્ષિક ૧૩ ટકાનો વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ રૂ. ૯.૨૩ લાખ કરોડ સુધી પહોંચી : મુકેશ અંબાણી અને પરિવારની સંપત્તિ રૂ.૮.૬૩ લાખ કરોડ નોંધાઇઃ બંને વચ્ચે હવે આશરે રૂા.૫૯,૪૦૦ કરોડનો તફાવતઃ ૧,૮૧૦ અમીર લોકોની સંપત્તિ રૂા.૧૮૭.૫ લાખ કરોડ

મુંબઇ તા.૨૪: M3M Hurun India Rich List 2026માં ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ફરી દેશના સૌથી અમીર બિઝનેસ પરિવાર તરીકે ટોચ પર રહ્યા છે. રિપોર્ટ મુજબ અદાણીની સંપત્તિમાં વાર્ષિક ૧૩ ટકાનો વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ રૂ. ૯.૨૩ લાખ કરોડ સુધી પહોંચી છે. બીજી તરફ, મુકેશ અંબાણી અને પરિવારની સંપત્તિ રૂ.૮.૬૩ લાખ કરોડ નોંધાઈ છે.
રિપોર્ટના આંકડા મુજબ ગૌતમ અદાણીની સંપત્તિમાં એક વર્ષમાં વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. બંને વચ્ચે હવે આશરે રૂા.૫૯,૪૦૦ કરોડનો તફાવત દર્શાવવામાં આવ્યો છે.
Hurun India Rich List 2026 મુજબ દેશમાં ડોલર બિલિયોનેરની સંખ્યા વધીને ૩૯૧ થઈ છે. પાંચ વર્ષ પહેલાં આ સંખ્યા ૨૩૭ હતી. એક વર્ષમાં જ ૨૭ નવા ડોલર બિલિયોનેર ઉમેરાયા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
આ યાદીમાં ઓછામાં ઓછી રૂા.૧,૦૦૦ કરોડની વ્યક્તિગત સંપત્તિ ધરાવતા ૧,૮૧૦ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. તેમની સંયુક્ત સંપત્તિ રૂા.૧૮૭.૫ લાખ કરોડ સુધી પહોંચી છે, જે અગાઉના વર્ષની સરખામણીએ ૧૨.૮ ટકા વધારે છે.
આ યાદીમાં એલએન મિત્તલ અને પરિવાર ત્રીજા સ્થાને પહોંચ્યા છે. તેમની સંપત્તિ રૂા.૩.૩૯ લાખ કરોડ દર્શાવવામાં આવી છે. જ્યારે અનિલ અગ્રવાલ અને પરિવાર રૂા.૨.૦૮ લાખ કરોડની સંપત્તિ સાથે નવમા સ્થાને આવ્યા છે. સમિર મેહતા અને પરિવાર પણ Torrent Pharmaceuticals અને JB Chemicalsના મર્જર બાદ રૂા.૧.૮૯ લાખ કરોડની સંપત્તિ સાથે ટોપ-૧૦માં સામેલ થયા છે.
૨૦૨૬ની યાદીમાં નવા યુગના ટેક સેક્ટરનું પ્રતિનિધિત્વ પણ જોવા મળે છે. રિપોર્ટ મુજબ Artificial Intelligence (AI) ને અલગ સેક્ટર તરીકે સ્થાન મળ્યું છે. AI સાથે જોડાયેલા ૧૯ પ્રતિનિધિઓની કુલ સંપત્તિ રૂા.૩.૦૭ લાખ કરોડ દર્શાવવામાં આવી છે. બેંગલુરુ સ્થિત મ્ષ્ટશખ્ત્ના નાગેન્દ્ર નાગરાજા રૂા.૧,૭૦૦ કરોડની સંપત્તિ સાથે યાદીમાં સામેલ થયેલા પ્રથમ Quantum Computing ઉદ્યોગસાહસિક તરીકે દર્શાવવામાં આવ્યા છે.
Hurun Rich Listમાં ૭૦ ટકા એટલે કે ૧,૨૬૬ લોકો Self-Made કેટેગરીમાં આવે છે. ક્ષ્ફૂષ્ટદ્દંના ૨૩ વર્ષીય સહ-સ્થાપક કૈવલ્ય વોહરા યાદીના સૌથી યુવા અમીર તરીકે દર્શાવવામાં આવ્યા છે, જ્યારે તેમના સહ-સ્થાપક આદિત પાલિચા ૨૪ વર્ષની ઉંમરે બીજા સૌથી યુવા અમીર છે.
યાદીમાં મહિલાઓની સંખ્યા વધીને ૧૩૧ થઈ છે. તેમાં ૩૩ ડોલર બિલિયોનેર છે. HCLની રોશની નાદર મલ્હોત્રા રૂા.૨.૭૯ લાખ કરોડની સંપત્તિ સાથે દેશની સૌથી અમીર મહિલા તરીકે દર્શાવવામાં આવી છે
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
