તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
શુક્રવારથી અમરનાથ યાત્રા ૨૦૨૬ શરૂઃ પંજાબથી કાશ્મીર સુધી લોખંડી બંદોબસ્તઃ
જમ્મુમાં ૬૦૦થી વધુ હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા અને ડ્રોનથી ચાંપતી નજર

જમ્મુઃ એક દિવસ પછી શુક્રવાર તારીખ ૩ જુલાઈથી શરૂ થનારી વિશ્વવિખ્યાત અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા એજન્સીઓએ પંજાબથી લઈને કાશ્મીરની ગુફા સુધીના સમગ્ર રૂટ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે.
લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિヘતિ કરવા મોક ડ્રીલ, હાઈટેક સર્વેલન્સ સિસ્ટમ્સ અને સુરક્ષા દળો વચ્ચેના તાલમેલને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જોકે, યાત્રા માર્ગ પર કેટલીક જગ્યાએ રોડબંધીના કારણે સ્થાનિક નાગરિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
જમ્મુમાં ૬૦૦થી વધુ હાઈ-ડેફિનેશન સીસીટીવી અને પાન-ટિલ્ટ-ઝૂમ કેમેરાથી સજ્જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરાયું છે. થર્ડ આઈ સર્વેલન્સ સિસ્ટમ પણ સક્રિય કરી દેવાઈ છે.
એનએસજી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જમ્મુના રઘુનાથ મંદિરમાં મોક ડ્રીલ યોજાઈ હતી. જમ્મુ-શ્રીનગર હાઈવે પર ૬૪૦ વાહનોના કાફલા સાથે સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટની મોટી રિહર્સલ કરવામાં આવી હતી અને ૩.૫ કિમી લાંબી નવી ટનલનું પણ ટ્રાયલ લેવાયું હતું.
પંજાબ પોલીસે પઠાણકોટથી પસાર થતા ૬૫ કિલોમીટર લાંબા રૂટને પાંચ સુરક્ષા સેક્ટરમાં વહેંચીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ડ્રોન કેમેરા, ક્વિક રિસ્પોન્સ ટીમ અને ૨૪ કલાક પેટ્રોલિગ મારફતે કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા સુરક્ષા દળો એલર્ટ મોડ પર છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
