તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Tuesday, 14th April 2026
એલ્યુમિનિયમના ભાવમાં તેજી વધુ ભડકીઃ ભાવ ચાર વર્ષની ટોચે
મિડલ ઈસ્ટ વોરને કારણે સપ્લાયની સમસ્યા હજી વધશે તેવી ભીતિને પગલે તેમાં તેજી આગળ ધપી

નવી દિલ્હી,તા.૧૪: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ પર ઈરાનના કબજાની વાત તો દૂર, પણ અમેરિકા હવે કબજો કરશે તેવી જાહેરાત કરતા એલ્યુમિનિયમના ભાવમાં તેજી વધુ ભડકી હતી અને ભાવ ચાર વર્ષની ટોચે પહોંચી ગયા હતા.
લંડન મેટલ એક્સચેન્જ પર સોમવારે એલ્યુમિનિયમના ભાવમાં ૨ ટકાનો વધારો થયો હતો. મિડલ ઈસ્ટ વોરને કારણે સપ્લાયની સમસ્યા હજી વધશે તેવી ભીતિને પગલે તેમાં તેજી આગળ ધપી હતી.
અમેરિકન સેનાએ કહ્યું હતું કે તે હોર્મુઝ પર કબજાનો અમલ કરશે. ત્યાંથી પસાર થતા તમામ જહાજને તે આંતરશે અને ઈરાનને જેમણે ટોલ ચૂકવ્યો હોય તેમને આગળ જવા નહીં દે. સોમવારે ન્યૂયોર્કમાં સવારના ૧૦ વાગ્યાથી તેનો અમલ શરૂ થઈ ગયો છે.
વૈશ્વિક એલ્યુમિનિયમ ઉત્પાદનના ૯ ટકા મિડલ ઈસ્ટમાંથી થાય છે. આ રિજનમાં સૌથી મોટી ઉત્પાદક કંપની એમિરેટ્સ ગ્લોબલ એલ્યુમિનિયમ પીજેએસસીના એક સ્મેલ્ટર યુનિટ પર ગયા મહિને ઈરાને હુમલો કરતા ત્યાં ઉત્પાદન બંધ છે. તેને કારણે આ કંપનીએ એલ્યુમિનિયમની કેટલીક ડિલિવરી હાલપૂરતી સ્થગિત કરી છે.
એલ્યુમિનિયમ સિવાય અન્ય મોટાભાગની બેઝ મેટલના ભાવ સ્થિર રહ્યા હતા અથવા ઘટ્યા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં શનિ-રવિમાં યોજાયેલી મંત્રણા નિષ્ફળ જતા માર્કેટમાં જોવા મળેલો આશાવાદ ઓગળી ગયો હતો. ક્રૂડ ઓઈલના ભાવ ફરી વધવાના શરૂ થતા મેટલની માંગ ઘટવાની ભીતિ ઊભી થઈ હતી. જોકે એલ્યુમિનિયમમાં યુદ્ધને કારણે સપ્લાયની તંગી સર્જાતા તેના ભાવમાં તોખાર તેજી જોવાઈ હતી.
આગામી ત્રણ મહિનામાં ડિલીવરીના કોન્ટ્રેક્ટની સામે કેશ કોન્ટ્રેક્ટનો સ્પ્રેડ શુક્રવારના સ્તરેથી ૩૭ ટકાને ટનદીઠ ૯૧.૫૦ ડોલર થયો હતો, જે ૨૦૦૭ પછીથી સૌથી વધુ છે. આ સ્પ્રેડ દર્શાવે છે કે ટ્રેડર્સને એલ્યુમિનિયમની તાત્કાલિક ડિલિવરી જોઈએ છે.
લંડન મેટલ એક્સચેન્જ (LME) ખાતે એલ્યુમિનિયમના ભાવ સોમવારે ૧.૩ ટકા વધીને ટનદીઠ ૩૫૪૫ ડોલર બોલાતા હતા. કોપરના ભાવ ૦.૧ ટકા વધીને ૧૨,૮૬૦ આસપાસ ટ્રેડ થતા હતા, જ્યારે ઝીંકના ભાવ ૦.૧ ટકા ઘટીને ટ્રેડ થતા હતા. આયર્ન ઓરના ફયૂચર્સના ભાવ ૦.૮ ટકા વધીને ટ્રેડ થતા હતા.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
