તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 7th May 2026
'સૌનો સાથ, સૌનો વિકાસ' ની સાથે હવે 'સૌનો હિસાબ' પણ કરશે કાયદો પોતાનું કામ કરશે:બંગાળમાં ભાજપનો નવો એજન્ડા જાહેર
પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકાર બનવાના સંકેતો વચ્ચે દિલીપ ઘોષે "સૌનો હિસાબ" ના નારા સાથે ભ્રષ્ટાચારીઓ અને હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા

પશ્ચિમ બંગાળમાં ભાજપની પહેલી સરકાર બનાવવાની તૈયારી સંપૂર્ણપણે થઈ ચુકી છે, ત્યારે દિલીપ ઘોષએ એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ઘણાં મુદ્દાઓ પર વાત કરી છે. તેમણે પશ્ચિમ બંગાળમાં ભાજપની નવી સરકારના એજન્ડાથી લઈને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીના વલણ સુધીની બાબતો પર પોતાની વાત રજૂ કરી છે.
તેમને પુછવામાં આવ્યું કે સરકાર બન્યા બાદ તેમનો સૌથી પહેલો એજન્ડા શું હશે, કારણ કે આ એવો સમય છે કે જ્યારે બંગાળ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. તેના જવાબમાં દિલીપ ઘોષે બિહારનું ઉદાહરણ આપ્યું છે. તમણે કહ્યુ છે કે બિહારમાં પણ સ્થિતિ ખરાબ હતી, પરંતુ હવે તેમાં સુધારો થઈ રહ્યો છે. દિલીપ ઘોષે કહ્યુ કે અમે માનીએ છીએ કે નરેન્દ્ર મોદી છે તો બધું શક્ય છે. તેમના પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ક્ષમતા છે અને તેના લોકોની પાસે ક્ષમતા છે.
દિલીપ ઘોષે રાજ્યમાંથી થનારા વિસ્થાપનનો ઉલ્લેખ કરતા કહ્યુ કે 50 લાખથી વધારે યુવાઓ નોકરીની તલાશમાંબંગાળ છોડી ચુક્યા છે. તેઓ ઘરે પાછા ફરવા માંગે છે અને અહીં કામ કરવા ચાહે છે. અમે તેમને મોકો આપીશું. તેમણે મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે ટીએણસીના શાસન દરમિયાન કોઈ પ્રશાસન ન હતું,કોઈ કાયદો અને વ્યવસ્થા ન હતી, કોઈ ઉદ્યોગ ન હતા.
દિલીપ ઘોષે આરોપ લગાવ્યો છે કે શિક્ષણ વિભાગ ખરાબ સ્થિતિમાં છે, આરોગ્ય વિભાગ ખરાબ સ્થિતિમાં છે. તેમણે કહ્યુ છે કે લોકો રાજ્ય છોડી રહ્યા છે, માટે જો તેને રોકવામાં આવે, તો તે લોકો રાજ્યનો વિકાસ કરશે. બંગાળમાં પહાડોથી લઈને સમુદ્ર સુધી, પોર્ટ્સ, રેલવે અને એરપોર્ટ્સ, સંસાધનો સુધી બધું છે. બંગાળ પાસે શું નથી ? બસ જરૂરત છે સારું કામ કરવાની.
દિલીપ ઘોષે કહ્યુ કે આ જનતાનો જનાદેશ છે. ગત વખતે પણ 2021માં લોકો અમને સત્તામાં લાવવા ચાહતા હતા. પરંતુ કદાચ વિચાર્યું કે અમે આને સંભાળી શકી કે નહીં. તેના પછી લોકોએ અમને વિપક્ષમાં રહેવાનો મોકો આપ્યો અને અમે અમારી ભૂમિકા નિભાવી. પરંતુ પછી લોકોએ જોયું કે બંગાળ દેશની તુલનામાં વિપરીત દિશામાં જઈ રહ્યું છે. તેમણે વિચાર્યું કે તેને પાછું લાવવાની જરૂરત છે અને માટે લોકોએ ભાજપને રાજ્યમાં એક મોકો આપ્યો.
દિલીપ ઘોષે કહ્યુ કે 2021માં વિધાનસભા ચૂંટણી પરિણામોની ઘોષણા બાદ કેટલાક ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરી દેવાઈ, કોઈએ એ ન ભૂલવું જોઈએ. ભાજપ હિંસામાં વિશ્વાસ કરતું નથી. ગત વખતે ટીએમસીએ અમારા ડઝનબંધ પાર્ટી કાર્યાલયો પર કબજો કર્યો હતો, તેમના રંગ બદલાઈ ગયા હતા અને ત્યાં પોતાના ઝંડા લગાવ્યા હતા. કેટલાક પાર્ટી કાર્યાલયોને પાછાં લેવામાં આવ્યા છે, લોકો જાણે છે કે તે ભાજપના કાર્યાલય હતા જ્યાં અમારી પાર્ટીના ઝંડા લગાવાઈ રહ્યા હતા. માટે ડરવાની કોઈ વાત નથી. ડાયમંડ હાર્બરમાં તેમણે જેસીબીનો ઉપયોગ કરીને અમારી પાર્ટીના 12 કાર્યાલયોને ધ્વસ્ત કરી દીધા હતા.
દિલીપ ઘોષે કહ્યુ કે આખા દેશમાં ઘણાં રાજ્યોમાં ભાજપ સત્તામાં છે અને લોકો પોતાના જનાદેશ દ્વારા પીએમ મોદી (PM Modi) ને કેન્દ્રની સત્તામાં લાવ્યા છે. દરેક જાણે છે કે ભાજપ શું છે, તમામે નિશ્ચિત રહેવું જોએ. અમે સૌને સમાન અસર આપીશું. દિલીપ ઘોષે એ પણ કહ્યુ કે સૌના સાથ, સૌના વિકાસનો માર્ગ અપનાવવામાં આવશે. પરંતુ નવી વાત હશે સૌનો હિસાબ, જેમાં કાયદો પોતાનું કામ કરશે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
