તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
કાલે મારુતિ સુઝુકીની તમામ કાર થશે મોંઘી
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપનીએ તેની તમામ કારમાં ભાવ વધારાની કરી જાહેરાત

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી એ તાજેતરમાં પોતાની તમામ કારના ભાવ વધારવાની જાહેરાત કરી હતી. આ ભાવ વધારો કાલથી એટલે કે 1 જૂન થી લાગુ જઈ જશે.
જો તમે મારુતિ સુઝુકીની નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તાજેતરમાં પોતાની તમામ કારના ભાવ વધારવાની જાહેરાત કરી હતી. આ ભાવ વધારો કાલથી એટલે કે 1 જૂન 2026થી લાગુ જઈ જશે. એટલે કે, એલ્ટોથી લઈને બ્રેઝા અને વિક્ટોરિસ સુધીની દરેક મોડલની કાર આવતીકાલથી મોંઘી થઈ જશે.
કંપનીના જણાવ્યા મુજબ, વિવિધ મોડલ્સ અનુસાર કિંમતોમાં મહત્તમ 30,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે. મારુતિ સુઝુકીએ કહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી કાચા માલ અને ઉત્પાદન સંબંધિત ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે મોંઘવારીનું દબાણ પણ કંપની પર વધ્યું છે.
એપ્રિલ 2026માં પણ કંપનીએ સંકેત આપ્યા હતા કે, વધતા ખર્ચના કારણે ગાડીઓ મોંઘી થઈ શકે છે. નોંધનીય છે કે, જાન્યુઆરી 2026માં પણ કંપનીએ ભાવ વધારવા પર વિચાર કર્યો હતો, પરંતુ તે સમયે તેણે આ પગલું નહોતું ભર્યું. આનું મુખ્ય કારણ નાની કારોની સારી માંગ હતી.
કંપનીએ આ નિર્ણય ખાસ કરીને પ્રથમ વખત કાર ખરીદનારા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લીધો છે. મારુતિ સુઝુકીના સીનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર (માર્કેટિંગ અને સેલ્સ) પાર્થો બેનર્જીએ કહ્યું હતું કે, કંપની પોતાની "સ્ટ્રેટેજિક પ્રાઈસિંગ" પોલિસીને આગળ પણ ચાલુ રાખશે. (ફાઈલ ફોટો)
હાલમાં મારુતિ સુઝુકીએ મોડલ પ્રમાણે કેટલો ભાવ વધશે, તેની વિગતો જાહેર કરી નથી. તેમ છતાં જાણવા મળ્યું છે કે, મહત્તમ 30,000 રૂપિયા સુધી જ ભાવ વધારો થશે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
