News of Thursday, 23rd July 2026
અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીમાં કેન્દ્ર સરકારની તમામ પ્રકારની મદદ માટે ખાતરી આપતા અમિતભાઈ શાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નરઓ તેમજ વહીવટી તંત્ર સાથે વાતચીત કરી ગુજરાતમાં તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વરસાદની સ્થિતિ અંગે ચિતાર મેળવી રાહત અને બચાવ કાર્ય માટે જરૂરી દિશા નિર્દેશો આપતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નરઓ તેમજ વહીવટી તંત્ર સાથે વાતચીત કરી ગુજરાતમાં તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વરસાદની સ્થિતિ અંગે ચિતાર મેળવી રાહત અને બચાવ કાર્ય માટે જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા.
આ તબક્કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિ અંગે શાહને જાણકારી આપી બચાવ અને રાહત કામગીરીમાં કેન્દ્ર સરકારની મદદ માટે વાતચીત કરી હતી. કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે આ સંદર્ભમાં તમામ પ્રકારની મદદ માટે ખાતરી આપી હતી.
શાહે નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ઝડપી બચાવ અને રાહત કામગીરી માટે વ્યવસ્થાતંત્રને તાકીદ કરી હતી. તેઓએ વરસાદની આ સ્થિતિમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદઓ,ધારાસભ્યઓ,જનપ્રતિનિધિઓ,ભાજપા સંગઠનના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓને અસરગ્રસ્તો અને જરૂરિયાતમંદ નાગરિકો સુધી તમામ મદદ પહોંચાડવા તેમજ વ્યવસ્થાતંત્ર દ્વારા ચાલી રહેલ રાહત કામગીરીમાં સહાયભૂત થવા અપીલ પણ કરી હતી.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
