તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
આધાર કાર્ડને લગતી તમામ માહિતી ઓનલાઈન ઘરે બેઠા જ અપડેટ કરી શકાય: જાણો ઈમેલ કી રીતે અપડેટ કરવું ?
આધાર કાર્ડમાં Email ID બદલી શકાય છે અથવા તો તેમાં ઉમેરો કરી શકાય છે: હવે આધાર સેન્ટર જવાની કોઈ જરૂર નથી. ઘરે બેઠા જ આ કામ કરી શકો છો.

નવી દિલ્હી :જયારે Aadhaar અપડેટ કરવાનું હોય છે ત્યારે તેને લગતી માહિતી અંગે ઘણા લોકો વાકેફ હોતા નથી. પણ સરકારે આધાર કાર્ડને લગતી તમામ માહિતી ઓનલાઈન ઘરે બેઠા જ અપડેટ કરી શકાય તેવી વ્યવસ્થા કરેલી છે. જો તમે તમારા આધાર કાર્ડમાં Email ID બદલી શકાય છે અથવા તો તેમાં ઉમેરો કરી શકાય છે. તો આ માટે હવે આધાર સેન્ટર જવાની કોઈ જરૂર નથી. તમે ઘરે બેઠા જ આ કામ કરી શકો છો.
જો તમે તમારા આધાર કાર્ડ સાથે Email લિંક કરવા ઈચ્છતા હોય તો તેની પ્રક્રિયા બિલકુલ સરળ છે. આ માટે તમારે નીચે આપવામાં આવેલ પ્રક્રિયાનું યોગ્ય પાલન કરવાનું રહેશે.
- આ માટે સૌથી પહેલા Aadhaarની નવી App પર લોગ ઈન કરવું.
- ત્યારબાદ સર્વિસ સેક્શન પર જવાનું રહેશે.
- ત્યારબાદ Email સેક્શન પર જાઓ.
- તમારા નવા Email ID લખો અને OTP પર ક્લિક કરો.
- હવે OTPથી વેરિફિકેશન કરો
- હવે તમારે સ્ક્રીન પર નવા માહિતી જોવા મળશે. તેને તપાસો
- ત્યારબાદ છેવટે ફેસ ઓથેન્ટીફિકેશન પૂરું કરી દેવું
- આ રીતે તમારા Email ID આધાર સાથે સંકળાયેલ જોડાશે.
તમારા ઈમેલ આઈડીને તમારા આધાર સાથે લિંક કરવાથી તમને આધાર સંબંધિત બધી માહિતી ઈમેલ દ્વારા મોકલવામાં આવશે.જો કોઈ તમારા આધારનો દુરુપયોગ કરે છે તો તમને ઈમેલ દ્વારા અપડેટ્સ પ્રાપ્ત થશે.તમારા આધારને તમારા ઈમેલ સાથે લિંક કરવું સંપૂર્ણપણે મફત છે.તમે ઘરેથી તરત જ તે કરી શકો છો.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
