<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

અલી ખામેનેઈની અંતિમયાત્રામાં અમેરિકી રાષ્ટ્ર્પતિ વિરુદ્ધ પ્રચંડ રોષ : ઠેર ઠેર લાગ્યા પોસ્ટરો :ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ઉગ્ર આહવાન

તેહરાનની સડકો પર આક્રોશિત જનમેદનીનું એક વિશાળ પૂર:સરકારી મંચ પરથી સરેઆમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની ઉગ્ર અપીલ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનની રાજધાની તેહરાનમાંથી એક અત્યંત ચિંતાજનક અને સળગતા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની અંતિમયાત્રા દરમિયાન સરકારી મંચ પરથી સરેઆમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની ઉગ્ર અપીલ કરવામાં આવી છે.

ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના જનાઝા દરમિયાન રવિવારે તેહરાનની સડકો પર આક્રોશિત જનમેદનીનું એક વિશાળ પૂર જોવા મળ્યું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તાઓ પર હાજર સ્થાનિક નાગરિકોમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલી વહીવટીતંત્ર વિરુદ્ધ અસાધારણ ગુસ્સો જોવા મળ્યો હતો. અહેવાલો મુજબ, ખામેનેઈના સત્તાવાર અંતિમ સંસ્કાર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ત્યારે ભારે તણાવપૂર્ણ બની ગયું જ્યારે મંચ સંભાળી રહેલા મુખ્ય આયોજકે જાહેરમાં ટ્રમ્પને ખતમ કરવાની અપીલ કરી દીધી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ (AP) ના અહેવાલ મુજબ, ખામેનેઈના અવસાન બાદ આ પ્રથમ એવો મોકો છે જ્યારે ઈરાનના કોઈ સત્તાવાર સરકારી મંચ પરથી સીધી રીતે જ અમેરિકી રાષ્ટ્રપતિના મોતનું આહવાન કરવામાં આવ્યું હોય. આ આક્રમક નારા ગૂંજતાની સાથે જ જનાઝામાં હાજર લાખોની ઉશ્કેરાયેલી ભીડે જોરજોરથી ચિચિયારીઓ પાડીને આ વાતનું સમર્થન કર્યું હતું.

આ ચકચારી ઘટના રવિવારે બની જ્યારે તેહરાન શહેરમાં ખામેનેઈ માટે એક વિશાળ કેન્દ્રીય શોક સભા ચાલી રહી હતી નોંધનીય છે કે, ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનાની2026 રોજ અમેરિકા અને ઇઝરાયેલના એક સંયુક્ત સૈન્ય ઓપરેશન અને હવાઈ હુમલામાં 86 વર્ષીય ખામેનેઈનું અવસાન થયું હતું, જેના કારણે ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે સીધું યુદ્ધ ફાટી નીકળ્યું છે.

આ રવિવારની સભા દરમિયાન લાઉડસ્પીકર પર મોહમ્મદ રસુલી નામના એક પ્રખ્યાત કવિએ સ્ટેજની કમાન સંભાળી હતી. રસુલીએ શરૂઆતમાં તો ભીડ પાસે 'અમેરિકા મુર્દાબાદ' અને 'ઇઝરાયેલ મુર્દાબાદ' ના તેમના પરંપરાગત સૂત્રોચ્ચાર કરાવ્યા હતા, પરંતુ તેના તરત જ બાદ તેમણે સીધું ડોનાલ્ડ ટ્રમ્પને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. મંચ પરથી ઓપન ચેલેન્જ આપતા રસુલીએ અમેરિકી રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કરીને ભીડને પૂછ્યું, "આ દુનિયાનો સૌથી ખરાબ માણસ હજુ સુધી કેમ જીવતો છે?" આ સાંભળતા જ ત્યાં હાજર લાખો ઈરાની સમર્થકોએ ભારે હોબાળો મચાવી પોતાની સહમતી દર્શાવી હતી.

આ સત્તાવાર કાર્યક્રમની વચ્ચે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક અન્ય વીડિયો પણ અત્યંત ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં એક કટ્ટરપંથી ઈરાની નાગરિક રડતા અને બૂમો પાડતા કહી રહ્યો છે કે, "આપણે તે વ્યક્તિને કેમ નથી મારી નાખતા જેણે આપણા પવિત્ર ઈમામને માર્યા છે? આ આપણી ધાર્મિક ફરજ છે. જો આપણે તમારા કાતિલને નહીં મારીએ, તો ભવિષ્યમાં આપણા માટે માત્ર કફન જ બચશે. હું તમારા પવિત્ર લોહીના સોગંદ ખાઈને કહું છું કે અમે ટ્રમ્પને મારી નાખીશું." જોકે, આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો દ્વારા હજુ એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ તે જ સ્ટેજ સંભાળનાર કવિ છે કે કોઈ અન્ય કટ્ટર સમર્થક છે.

શનિવારના પ્રારંભિક કાર્યક્રમોની સરખામણીએ રવિવારે તેહરાનની મુખ્ય સડકો પર ક્યાંય વધુ ભયાનક ભીડ એકત્રિત થઈ હતી ઈરાનની પરંપરા મુજબ કાળા કપડામાં સજ્જ લાખો લોકો ખામેનેઈના ચિત્રો, મોટા બેનરો અને રાષ્ટ્રીય ધ્વજ લઈને આગળ વધી રહ્યા હતા. ભીડમાં અનેક લોકોએ એવા વિવાદાસ્પદ પોસ્ટરો પણ હાથમાં રાખ્યા હતા જેના પર ટ્રમ્પની હત્યા કરવાની સીધી ધમકીઓ લખેલી હતી.

વર્તમાન સમયમાં સમગ્ર ઈરાન દેશની સરકારી ઇમારતો, ચોકો અને રસ્તાઓ પર ટ્રમ્પ તેમજ ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ચહેરા પર ક્રોસ માર્ક મારેલા ચિત્રો અને ગ્રાફિટી (દીવાલો પર લખાતા સૂત્રો) સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટના બાદ અમેરિકી ગુપ્તચર એજન્સીઓ પણ હાઈ એલર્ટ પર આવી ગઈ છે.

(9:22 PM IST)