<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

અલ-અક્સા મસ્જિદ પર ઈઝરાયેલી સૈન્યની કથિત કાર્યવાહીથી આરબ દેશોમાં ભારે રોષ: સાઉદી અરેબિયાએ ઇઝરાયેલના પગલાની આકરા શબ્દોમાં નિંદા કરી, આંતરરાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સાઉદી અરેબિયાએ જેરુસલેમમાં આવેલી પવિત્ર અલ-અક્સા મસ્જિદ પર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની આકરી ઝાટકણી કાઢી છે. 

 

સાઉદી અરેબિયાએ સત્તાવાર નિવેદન જારી કરીને ઇઝરાયેલના આ પગલાંને વખોડી કાઢ્યું છે. પવિત્ર સ્થળો પર થતી આવી કાર્યવાહીથી મધ્ય પૂર્વની શાંતિ પ્રક્રિયા જોખમાઈ શકે છે. 

 

સાઉદીના આ કડક વલણને પગલે આરબ દેશો અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોમાં વધુ તિરાડ પડવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યો છે અને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.

(9:42 AM IST)