તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
સાઉદીમાં અજીત ડોભાલનો 'માસ્ટરસ્ટ્રોક': પાકિસ્તાનની ઉંઘ હરામ કરી દેતી ભારતની ગુપ્ત ડિપ્લોમેસી:ખાડી દેશોમાં રણનીતિ બદલાતા ઈસ્લામાબાદમાં ફફડાટ
ઈરાન-અમેરિકા યુદ્ધની આશંકાઓ વચ્ચે ડોભાલની સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત: વ્યૂહાત્મક ભાગીદારી અને સુરક્ષા મુદ્દે ભારતનો મોટો દાવ, પાકિસ્તાનના અનેક પ્રોજેક્ટ્સ પર લાગી શકે છે બ્રેક

રિયાધ:ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની અચાનક સાઉદી અરેબિયાની મુલાકાતે સમગ્ર દક્ષિણ એશિયાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જ્યારે પણ 'ભારતના જેમ્સ બોન્ડ' તરીકે ઓળખાતા ડોભાલ ખાડી દેશોની મુલાકાતે જાય છે, ત્યારે પાકિસ્તાન માટે કંઈક ખરાબ થવાના એંધાણ વર્તાતા હોય છે. આ વખતે પણ સ્થિતિ કંઈક એવી જ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં યુદ્ધના વાદળો વચ્ચે ડોભાલની આ મુલાકાતને અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે.
પાકિસ્તાન હંમેશા સાઉદી અરેબિયાને પોતાનો 'મોટો ભાઈ' અને આર્થિક મદદગાર માનતું આવ્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ભારત અને સાઉદી વચ્ચેના ગાઢ સંબંધોએ પાકિસ્તાનની મુશ્કેલી વધારી છે.
પાકિસ્તાન જે અબજો ડોલરની મદદ અને સંરક્ષણ સોદાઓની અપેક્ષા રાખી રહ્યું હતું, તેમાં ભારતની એન્ટ્રીથી રોડાં નખાયા છે. તાજેતરમાં પાકિસ્તાન-સૂદાન ડિફેન્સ ડીલ રદ થવા પાછળ પણ સાઉદીનો હાથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ડોભાલની મુલાકાતનો હેતુ ખાડી દેશોમાં ભારતની સુરક્ષા સ્થિતિ મજબૂત કરવાનો અને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા આતંકવાદ સામે સાઉદીનો સાથ મેળવવાનો છે.
અખાતી દેશોમાં અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં ચીનની વધતી સક્રિયતા અને અમેરિકા-ઈરાન વચ્ચેના ટકરાવથી વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી શકે છે.
અજીત ડોભાલ આ મુલાકાત દ્વારા ખાતરી કરવા માંગે છે કે કોઈ પણ યુદ્ધની સ્થિતિમાં ભારતનો તેલ પુરવઠો અને આર્થિક હિતો સુરક્ષિત રહે.
ભારત આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે એક મહત્વના મધ્યસ્થી તરીકે ઉભરી રહ્યું છે, જે પાકિસ્તાન માટે કૂટનીતિક હાર સમાન છે.
સોશિયલ મીડિયા અને પાકિસ્તાની મીડિયામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અજીત ડોભાલના આ પ્રવાસથી પાકિસ્તાનના આર્થિક પેકેજ પર કાતર ફરી શકે છે. ઇસ્લામાબાદમાં ઊંઘ હરામ થઈ ગઈ છે કે ભારત હવે સાઉદીની ધરતી પરથી પાકિસ્તાન વિરુદ્ધ કયો મોટો દાવ રમશે. ડોભાલની 'ચીતા જેવી ચાલ' અને 'બાજ જેવી નજર' દુશ્મનોના ખેલને શરૂ થતા પહેલા જ ખતમ કરવા માટે જાણીતી છે. હાલમાં રિયાધમાં ભારત અને સાઉદી વચ્ચે રક્ષા અને ગુપ્તચર સહયોગ વધારવા માટે અનેક કરારો થવાની સંભાવના છે, જે દક્ષિણ એશિયાના સત્તા સંતુલનને ભારત તરફ નમાવી દેશે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
