તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
16મી બ્રિક્સ NSA બેઠક દરમિયાન અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા
બંને નેતાઓએ સરહદી સંબંધો, પ્રાદેશિક સુરક્ષા તેમજ પરંપરાગત અને બિન-પરંપરાગત સુરક્ષા પડકારો અંગે સકારાત્મક ચર્ચા કરી

નવી દિલ્હીમાં આયોજિત 16મી બ્રિક્સ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર્સની બેઠક દરમિયાન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત યોજાઈ છે. ભારતની યજમાનીમાં યોજાઈ રહેલી આ હાઈ-લેવલ બેઠકની સિદ્ધિઓ વચ્ચે બંને નેતાઓએ સરહદી સંબંધો, પ્રાદેશિક સુરક્ષા તેમજ પરંપરાગત અને બિન-પરંપરાગત સુરક્ષા પડકારો અંગે સકારાત્મક ચર્ચા કરી હતી. આગામી સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં યોજાનારી બ્રિક્સ શિખર સંમેલનની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાયેલી આ મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને વધુ સ્થિર કરવાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
