<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

તોફાની પવન-વરસાદથી એરપોર્ટ એક કલાકબંધઃ ૪ ફલાઈટ કેન્‍સલ, ૧૩ ડાયવર્ટ

મુંબઈના રન વે પર તમામ ઓપરેશન્‍સ બંધ કરાયાં : અનેક પ્રવાસીઓ રઝળી પડયા, એરલાઈન્‍સ તથા એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા કોઈ માહિતી નહીં

મુંબઈ,તા.૦૬: મુંબઈ ઈન્‍ટરનેશનલ એરપોર્ટના સત્તાવાળાઓને આજે ભારે વરસાદ અને તોફાની પવનને કારણે રનવે પરની તમામ ગતિવિધીઓ એક કલાક માટે બંધ રાખવાની ફરજ પડી હતી. એને પગલે એરપોર્ટની ફલાઈટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી.  ઈન્‍ડિગોની ચાર ફલાઈટ કેન્‍સલ કરવી પડી હતી જ્‍યારે જુદી જુદી એરલાઈન્‍સની અન્‍ય ૧૩ ફલાઈટ અન્‍ય શહેરો તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

મુંબઈથી ટેક ઓફફ થનારી ૯૦ ટકા, ફલાઈટસ સરેરાશ ૬૫ મિનિટ મોડી રવાના થઈ હતી. જ્‍યારે આવનારા ૪૫ ટકા ટ્ટ ફલાઈટસ મોડી પડી હતી. ઈન્‍ડિગોની ૪ કેન્‍સલ થયેલી ફલાઈટસમાં ૬ઈ ૩૯૫ (દિલ્‍હી- મુંબઈ), ૬ઈ-૫૨૭૩ (મુંબઈ- ટ્ટ ઈન્‍દોર), ૬ઈ પંપર (ઈન્‍દોર- મુંબઈ) અને ૬ઈ ૬૬૧૩ (મુંબઈ- દિલ્‍હી) ફલાઈટનો સમાવેશ હતો.

છત્રપતિ શિવાજી મહારાજ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ સવારે ૧૦.૧૭થી ૧૧.૧૭ વાગ્‍યા સુધી એક કલાક બંધ રહેતા ઘણી આવતી અને ઉપડતી ફલાઈટસ મોડી પડી હતી.પેસેંજરોએ અહીંથી રવાના થનારી ફલાઈટસમાં સરેરાશ ૭૫ મિનિટ, અને ઉતરાણ કરનારી ફલાઈટમાં કમસેકમ ૨૮ મિનિટનો વિલંબ સહન કરવો પડ્‍યો હતો.

એક લાઈવ ફલાઈટ ટ્રેકિગ સાઈટના ડેટા મુજબ એરપોર્ટ પર ૮૭ ટકા ફલાઈટસ મોડી ઉપડી હતી અને બીજી ૬૨ ટકા ફલાઈટસના આવવામાં વિલંબ થયો હતો મૂશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી થઈ જતા અને ૪૨ નોટસની તાકાતથી તોફાની પવનો ફૂંકાતા સવારે ૧૦.૧૭ વાગે હવામાન પ્રતિકૂળ બન્‍યું હતું અને રનવેના ઓપરેશન્‍સને એની અસર થઈ હતી. એટલે પ્રોસિજર

મુજબ પેસેંજરો, વિમાનો અને ગ્રાઉન્‍ડ સ્‍ટાફની સલામતી ખાતર રનવે ઓપરેશન્‍સ તાત્‍પુરતા સ્‍થગિત કરી દેવાયા હતા એમ મુંબઈ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે એક નિવેદનમાં જણાવ્‍યું હતું.

હવામાનમાં સુધારો થયા બાદ એક કલાક પછી રનવે ઓપરેશન્‍સ રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવાયા હતા. જોકે, એરપોર્ટની સંચાલન કરતા અદાણી ગ્રુપ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાએ કેટલી ફલાઈટસ કેન્‍સલ થઈ અને કેટલી મોડી પડી એની માહિતી આપવાનો ઈન્‍કાર કર્યો હતો

(10:03 AM IST)