તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
મલેશિયાથી હૈદરાબાદ આવતી એરએશિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમોને રનવેની નજીક તહેનાત

દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંના એક એવા હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મલેશિયાથી હૈદરાબાદ આવી રહેલી એરએશિયાની એક ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ એરપોર્ટ પ્રશાસન અને મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આ કાયરતાપૂર્ણ ધમકી એક અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મારફતે મોકલવામાં આવી હતી, જેના કારણે સમગ્ર એરપોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરી દેવાઈ છે.
મળતી માહિતી મુજબ, એરપોર્ટ ઓથોરિટીને મળેલો આ ઈમેલ સામાન્ય ધમકી જેવો નહોતો પરંતુ તેમાં અત્યંત ભયાનક વાત લખવામાં આવી હતી. ઈમેલ કરનારે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, મલેશિયાથી આવી રહેલું એરએશિયાનું આ વિમાન શમશાબાદ (હૈદરાબાદ) એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડ થાય તે પહેલાં જ, તેને હવામાં ગમે ત્યારે બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવશે. આ વાંચતા જ એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
આ ચોંકાવનારો અને સંવેદનશીલ ઈમેલ સામે આવતા જ એરપોર્ટ પર તહેનાત તમામ સુરક્ષા એજન્સીઓ, CISF અને સ્થાનિક પોલીસ તુરંત જ એક્શનમાં આવી ગઈ હતી. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે એરપોર્ટ પર તાત્કાલિક ધોરણે ઇમર્જન્સી પ્રોટોકોલ લાગુ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકીને સઘન
ફ્લાઇટમાં સવાર નિર્દોષ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમોને રનવેની નજીક તહેનાત કરી દેવામાં આવી છે. વિમાન આકાશમાં હોવાથી એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા પણ સતત પાયલટ સાથે સંપર્ક જાળવી રાખવામાં આવી રહ્યો છે, જેથી વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થાય કે તુરંત જ તેને આઈસોલેશન બેમાં લઈ જઈને મુસાફરોને બહાર કાઢી શકાય અને ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન હાથ ધરી શકાય.
બીજી તરફ, આ પ્રકારનો ગંભીર અફવા કે ધમકીભર્યો ઈમેલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તેની તપાસ માટે સાયબર ક્રાઈમ અને ગુપ્તચર એજન્સીઓ કામે લાગી ગઈ છે. આઈપી એડ્રેસ ટ્રેસ કરીને આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પ્રાથમિક તબક્કે આ કોઈની ખોટી હેરાનગતિ અથવા મોક ડ્રિલ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ હોઈ શકે છે, પરંતુ એરપોર્ટ પ્રશાસન સુરક્ષા બાબતે કોઈપણ પ્રકારનું જોખમ લેવા બિલકુલ તૈયાર નથી.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
