News of Friday, 18th September 2026
બાળકો સાથે હવાઈ મુસાફરી મોંઘીઃ ટિકિટમાં ૧૦૦૦ રુપિયા વધી ગયા
ઈન્ડિગો ડોમેસ્ટિક ફલાઈટમાં ૨ વર્ષથી નાની મોટી ઉંમરના બાળકોના ભાડા હવે ૨૦૦૦થી વધારીને ૩૦૦૦ કરી દીધા

નવી દિલ્હીઃ ઈન્ડિગોથી હવાઈ મુસાફરી કરનારા લોકો માટે કામના સમાચાર આવ્યા છે. એરલાઈને કેટલીય સેવાઓના ચાર્જ વધારી દીધા છે. ડોમેસ્ટિક ફલાઈટમાં ૨ વર્ષથી નાની મોટી ઉંમરના બાળકોના ભાડા હવે ૨૦૦૦થી વધારીને ૩૦૦૦ કરી દીધા છે. એટલે કે બાળકો સાથે મુસાફરી કરનારા માતા-પિતાને દરેક ટ્રિપ પર ૧૦૦૦ રુપિયા વધારે આપવા પડશે.
નાના બાળકો માટે વિમાનમાં અલગ સીટ નથી મળતી, પણ ટિકિટ બુક કરતી વખતે તેની જાણકારી આપવી જરુરી છે. દેશમાં દર વર્ષે લગભગ ૧૦ લાખ નવજાત બાળકો માતા-પિતા સાથે હવાઈ મુસાફરી કરે છે. આવા સમયે ભાડા વધવાથી ઈન્ડિગોની કમાણીમાં લગભગ ૯૦ કરોડનો વધારો થવાનું અનુમાન છે.
ખાલી નવજાત બાળકોના ભાડા નથી વધ્યા. એરપોર્ટ પર વધારાનો સામાન લઈ જવાનો ચાર્જ પણ ૭૦૦ રુપિયાથી વધીને ૮૦૦ રુપિયા પ્રત કિલો કરી દીધો છે. વળી એકલા મુસાફરી કરનારા બાળકોની ફી ૫૦૦૦ રુપિયાથી વધારીને ૫૯૯૯ થઈ ગયા છે. ઈન્ડિગોએ પ્રાયોરિટી ચેક-ઈન અને બોર્ડિગનો ચાર્જ પણ વધારી દીધો છે. હવે તેના માટે મુસાફરોને ૪૫૦ રુપિયાની જગ્યાએ ૬૫૦ રુપિયા આપવા પડશે. ટ્રાવેલ સર્ટિફિકેટ માટે પણ હવે ૨૦૦ રુપિયાની જગ્યાએ ૩૦૦ રુપિયા આપવા પડશે.
એટલે કે ઈન્ડિગોમાંથી મુસાફરી કરનારા માટે ટિકિટ ઉપરાંત અમુક જરુરી બીજી સેવાઓ પણ મોંઘી થઈ ગઈ છે. ખાસ કરીને નવજાત બાળકો સાથે મુસાફરી કરનારા પરિવારો, વધારે સામાન લઈ જતા અને એકલા મુસાફરી કરનારા બાળકો માટે ખર્ચ પહેલા કરતા હવે વધી જશે.ઙ્કએક બાળક સાતે મુસાફરી કરનારા પરિવાર માટે ૧૦૦૦ રુપિયાનો વધારો નાનો લાગી શકે પણ જો પરિવાર વર્ષમાં કેટલીય વાર મુસાફરી કરે છે તો તેની સીધી અસર તેમના બજેટ પર પડશે. ખાસ કરીને એ મુસાફરો માટે જે નાના બાળકો સાથે ડોમેસ્ટિક ફલાઈટ પર નિયમિત મુસાફરી કરે છે. ટિકિટ બુક કરતી વખતે infant feeને પણ કૂલ યાત્રા ખર્ચમાં જોડવો પડશે એટલે કે બાળકો ખોળામાં રહેશે, સીટ નહીં મળે, પણ ટિકિટ બુક કરતી વખતે ૩૦૦૦ રુપિયાનો ખર્ચ જરુર જોડાશે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
