<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું:શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400ને પાર

વહેલી સવારથી જ શહેરમાં ધુમ્મસની ચાદર છવાઈ જતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ :આંખોમાં બળતરા થવાની ફરિયાદોમાં પણ વધારો થયો

નવી દિલ્હી :દિલ્હીમાં ફરી એકવાર હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400ને પાર નોંધાતા સ્થિતિ ચિંતાજનક બની છે. IIT દિલ્હી, આનંદ વિહાર સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત હવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારથી જ શહેરમાં ધુમ્મસની ચાદર છવાઈ જતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ ઉપરાંત આંખોમાં બળતરા થવાની ફરિયાદોમાં પણ વધારો થયો છે. પ્રદૂષણની સૌથી વધુ અસર બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત બીમારીઓથી પીડાતા દર્દીઓ પર થવાની ભીતિ છે. હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચતા નાગરિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે.

(1:25 PM IST)