તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
‘અગ્રવન'-આગ્રામાં કાલથી પૂ.મોરારીબાપુ દ્વારા રામકથાનું ગાન થશે
વ્યાસપીઠની ૯૮૪મી રામકથાનો મંગલ પ્રારંભ : યુપી સરકાર આગ્રાનું નામ બદલી અગ્રવન કરવા વિચારણા કરતી હોય ત્યારે કથા આધ્યાત્મિક સંકેત

રાજકોટ, તા.૧૪: તા.૧૪: પૂજ્ય મોરારીબાપુની વ્યાસપીઠના કુલ કથાક્રમની ૯૮૪ મી રામકથાના મંગલગાનનો આરંભ ઉત્તરપ્રદેશના આગ્રાથી થવા જઈ રહ્યો છે. ૧૫ સપ્ટેમ્બર સાંજે ૪ વાગ્યાથી કથાનું મંગલાચરણ થશે.
ઉલ્લેખનીય છે કે પૂ. મોરારી બાપુ દ્વારા આ પહેલા ‘‘માનસ તેજ મહલ'' શીર્ષક અંતર્ગત આગ્રામાં કથાનું ગાન થયું હતું. ૬ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ આ કથા ગવાઈ હતી, જે વ્યાસપીઠની કુલ ૬૧૨મી રામકથા હતી.
પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક વિવરણો અનુસાર ‘‘અગ્રવન''પ્રાચીન બ્રજ ક્ષેત્રનો હિસ્સો હતો અને અહીં ભગવાન શ્રીકળષ્ણના જન્મ સાથે જોડાયેલ શૂરસેન વંશની એક ચોકી (ઠિકાણા) હતી. પૌરાણિક સંદર્ભોમાં અગ્રવનને બ્રજના ચોર્યાસી કોસનું એક પ્રમુખ સ્થાન માનવામાં આવે છે. અગ્રવનને બ્રજ મંડળના પવિત્ર વનોમાંનું એક પ્રમુખ વન માનવામાં આવે છે.
પૌરાણિક ધાર્મિક કથાઓ અનુસાર આ જ અગ્રવન ક્ષેત્રમાં ભગવાન શિવે બાળકળષ્ણના દર્શન કર્યા હતા. અહીં સ્થિત ‘‘મનઃકામેશ્વર મંદિર'' સાથે જોડાયેલ કથાઓ આ ક્ષેત્રની કળષ્ણ-શિવ ભક્તિ સાથે જોડાયેલી છે.
ઉત્તરપ્રદેશ સરકારના અભિલેખો અને પૌરાણિક સંદર્ભો અનુસાર પણ, મહાભારત કાળમાં આ ક્ષેત્રને શ્નઅગ્રવનઙ્ખ (યાની વનના આગળનો ભાગ) કહેવાતું હતું, જે કળષ્ણ સાથે જોડાયેલ બ્રજભૂમિનો જ એક વિસ્તાર હતો. હાલમાં ઉત્તરપ્રદેશ સરકારમાં ‘‘આગ્રા'' નું નામ બદલીને ‘‘અગ્રવન'' કરવાનો પ્રસ્તાવ વિચારાધીન છે, એવા સમયે મોરારીબાપુની રામકથા એક આધ્યાત્મિક સંકેત કહી શકાય.તેમ મનોજ જોશી ‘‘મજો'' રાજકોટની યાદીમાં જણાવાયુ છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
