News of Thursday, 12th November 2026
શેરબજારમાં વિદેશી રોકાણકારોની આક્રમક ખરીદી: નવ દિવસમાં ૭૭ હજાર કરોડનું તોતિંગ રોકાણ ઠાલવ્યું
બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું ભારે જોર ચાલુ રહેતા સ્થાનિક રોકાણકારોનું વેચાણ પચાવીને પ્રભુત્વ જમાવ્યું

મુંબઈ: ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા ખરીદીનો અવિરત દોર ચાલુ રહ્યો છે, જેના પરિણામે માત્ર ૯ દિવસના ટૂંકા ગાળામાં બજારમાં કુલ રૂ.૭૭,૧૬૪ કરોડનું જંગી રોકાણ ઠાલવવામાં આવ્યું છે. તાજેતરના ૧૨ નવેમ્બર, ૨૦૨૬ના ડેટા અનુસાર વિદેશી રોકાણકારોએ ઇક્વિટી બજારમાં એક જ દિવસમાં રૂ.૭,૮૩૦.૬૦ કરોડની ચોખ્ખી ખરીદી કરીને બજારને નવો વેગ આપ્યો છે.
આ ત્રિમાસિક ગાળા દરરૂ.મિયાન NSE, BSE અને MSEI ના મૂડી બજાર વિભાગોના કામચલાઉ આંકડા દર્શાવે છે કે વિદેશી રોકાણકારોએ રૂ.૨૦,૨૭૩.૩૨ કરોડના શેર ખરીદ્યા હતા અને તેની સામે રૂ.૧૨,૪૪૨.૭૨ કરોડના શેર વેચ્યા હતા. ખાસ કરીને માત્ર NSE પર જ FII એ રૂ.૧૯,૧૬૬.૫૬ કરોડની ખરીદી અને રૂ.૧૨,૦૨૦.૩૯ કરોડનું વેચાણ કરી કુલ રૂ.૭,૧૪૬.૧૭ કરોડની શુદ્ધ ખરીદી નોંધાવી છે.
બીજી બાજુ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) દ્વારા આ જ સમયગાળા દરમિયાન સામા પ્રવાહે વેચાણ જોવા મળ્યું હતું. DII એ ત્રણેય એક્સચેન્જ પર કુલ રૂ.૧૫,૮૫૫.૧૩ કરોડના શેર ખરીદ્યા અને રૂ.૨૨,૧૮૬.૩૦ કરોડના શેર વેચીને રૂ.૬,૩૩૧.૧૭ કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું હતું, જેમાં એકલા NSE પર જ રૂ.૫,૭૭૫.૦૯ કરોડનું ચોખ્ખું વેચાણ સામેલ છે.
આ પ્રવાહ સ્પષ્ટ કરે છે કે વિદેશી રોકાણકારોની ખરીદી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના વેચાણ કરતા અંદાજે રૂ.૧,૪૯૯.૪૩ કરોડ વધુ રહી હતી, જેનાથી બજારમાં વિદેશી ભંડોળનું પ્રભુત્વ મજબૂત બન્યું છે. આગામી દિવસોમાં આ ફંડ ફ્લોની ગતિવિધિઓ બજારની આગામી દિશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
