તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
આજે ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે આગાખાનની ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત
આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક દ્વારા પાણી અને સ્વચ્છતા, મહિલાઓ દ્વારા સંચાલિત સ્વ-સહાય જૂથો, શિક્ષણ અને સામુદાયિક વિકાસ ક્ષેત્રે કરવામાં આવતા યોગદાન અંગે ચર્ચા

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૧૦ : આજે ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે આગાખાનની
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓએ આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN) દ્વારા પાણી અને સ્વચ્છતા, મહિલાઓ દ્વારા સંચાલિત સ્વ-સહાય જૂથો, શિક્ષણ અને સામુદાયિક વિકાસ ક્ષેત્રે કરવામાં આવતા યોગદાન અંગે ચર્ચા કરી. તેમણે પૂર્વ આફ્રિકા અને અફઘાનિસ્તાનમાં AKDNની મહત્વપૂર્ણ પહેલોની પ્રશંસા કરી.
તેમણે ભારત અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક વચ્ચે રમતગમત અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહકાર વધુ મજબૂત બનાવવાની પણ ચર્ચા કરી.
બંને નેતાઓએ કટ્ટરવાદને નાબૂદ કરવાની જરૂરિયાત પર ફરીથી ભાર મૂક્યો અને જણાવ્યું કે સંવાદ જ શાંતિ, સ્થિરતા અને સૌની સમૃદ્ધિ તરફ જવાનો માર્ગ છે.”
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
