News of Tuesday, 5th May 2026
બંગાળ, આસામમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ હવે બંને રાજ્યો માટે સરકાર બનાવવા ભાજપની કવાયત તેજ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને બંગાળના પર્યવેક્ષક જ્યારે મોહનચરણ માંઝીને સહપર્યવેક્ષક બનાવાયા

પશ્ચિમ બંગાળ, આસામમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ હવે બંને રાજ્યો માટે સરકાર બનાવવા ભારતીય જનતા પાર્ટીએ કવાયત તેજ કરી છે. માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળ, આસામ માટે ભાજપના પર્યવેક્ષકના નામ જાહેર થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને બંગાળના પર્યવેક્ષક બનાવાયા છે જ્યારે મોહનચરણ માંઝીને સહપર્યવેક્ષક બનાવાયા છે. બીજી તરફ આસામ માટે જે.પી.નડ્ડાને પર્યવેક્ષક બનાવાયા અને નાયબસિંહ સૈની બનાવાયા સહપર્યવેક્ષક બનાવાયા છે
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
