News of Friday, 17th April 2026
TCS બાદ લેન્સકાર્ટમાં તિલક-ચાંદલા પર પ્રતિબંધઃ હિજાબને મંજૂરીથી વિવાદઃ
પોલિસી જૂની હોવાનો કંપનીનો લૂલો બચાવ : આઉટડેટેડ ટ્રેનિંગ નોટમાં ચાંદલા-તિલક પર પ્રતિબંધ ખોટી રીતે મૂકાયો હતોઃ કંપની

નવી દિલ્હી તા.૧૭: લેન્સકાર્ટ નામની જાણીતી કંપનીમાં ડ્રેસ કોડમાં હિન્દુ પ્રતીકો પર પ્રતિબંધ હોવાના દાવાઓ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ કંપની તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. કંપનીની ઓફિસમાં ચાંદલા-તિલક કે હાથ પરના રક્ષાસૂત્ર પર પ્રતિબંધ મૂકાયો છે, પરંતુ હિજાબને મંજૂરી આપવામાં આવી છે, તેવી ચર્ચા સોશિયલ મીડિયા પર વાઈરલ બની છે. લેન્સકાર્ટના સ્થાપક-સીઈઓ પીયુષ બંસલે ખુલાસો કરતાં કહ્યું હતું કે, કંપનીની વર્તમાન પોલિસીમાં આવું નથી. ઓફિસમાં તિલક-ચાંદલા અને રક્ષાસૂત્રને મંજૂરી અપાઈ છે અને હિજાબ સામે પણ કોઈ વાંધો નથી.
ડ્રેસકોડ અંગે કંપનીના પોલિસી ડોક્યુમેન્ટ અંગે વિવાદ ઊભો થયા બાદ બંસલે ખુલાસો કર્યો છે કે, સોશિયલ મીડિયા પર ફરી રહેલા ડોક્યુમેન્ટ્સ ક્ષતિયુક્ત છે અને કંપનીની વર્તમાન ગાઈડલાઈન્સને દર્શાવતા નથી. એક્સ પોસ્ટમાં તેમણે વાઈરલ થયેલા ડોક્યુમેન્ટ્સને આઉટડેટેડ ટ્રેનિગ નોટ ગણાવી હતી. કંપનીની હ્યુમન રિસોર્સ પોલિસીને તેમાં રજૂ કરાઈ નથી. સાથે તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે, ટ્રેનિંગ નોટમાં ચાંદલા-તિલકનો ઉલ્લેખ ખોટી રીતે થયો હતો અને તેને બાદમાં હટાવી લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, ચશ્મા કોન્ટેક્ટ લેન્સ જેવા આઈ વેર ક્ષેત્રમાં દેશની મોખરાની કંપની ગણાતી લેન્સકાર્ટના પોલિસી ડોક્યુમેન્ટ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ વ્યાપક ટીકાઓ શરૂ થઈ છે.
કંપનીની પ્રતિષ્ઠા અને વેચાણને હાનિ ન પહોંચે તે હેતુથી સ્થાપક-સીઈઓ બંસલ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે. જો કે તેમણે કરેલા ખુલાસાએ નવી ચર્ચા જગાવી છે, જે મુજબ કંપનીમાં અગાઉ આ પ્રકારની ગાઈડલાઈન્સ અસ્તિત્વમાં હતી. બંસલે સ્પષ્ટ કહ્યું છે કે, સિદૂર-ચાંદલા કે તિલક પર પ્રતિબંધની જોગવાઈ વર્તમાન ગાઈડલાઈન્સમાં નથી. કંપનીની ગ્રૂમિગ પોલિસી દર વર્ષે બદલાયા કરે છે અને તેના આઉટડેટેડ વર્ઝન્સમાં વર્તમાન સ્થિતિ જોવા મળતી નથી. મૂંઝવણ અને ચિતા ઊભી કરતી સ્થિતિ બદલ કંપનીને ખેદ છે. કંપનીમાં કોઈ પણ પ્રકારની ધાર્મિક અભિવ્યક્તિ પર પ્રતિબંધ નથી અને તેમાં ચાંદલા-તિલક પણ આવે છે
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
