તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
CJP ના સફળ વિરોધ પ્રદર્શન બાદ હવે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ સામે દેશવ્યાપી આંદોલનની તૈયારી : 'ટીમ ભારત' દ્વારા ૩૧ જુલાઈએ દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે 'ગાડી માર્ચ'ની જાહેરાત : જુઓ વિડીયો
E20 ઇંધણના કારણે વાહનોના એન્જિનમાં ખરાબી અને માઇલેજ ઘટવાનો ગંભીર આક્ષેપ : કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને હરદીપ સિંહ પુરીના સરકારી નિવાસસ્થાનો ઘેરવાની તેહસીન પૂનાવાલાની ચીમકી : 'ટીમ ભારત' દ્વારા સરકાર સમક્ષ મૂકવામાં આવી 5 મુખ્ય માંગણીઓ

The E20 policy is the most mismanaged policy & if INDIA truly reforms it We The Citizens can get pure unadulterated Petrol at about ₹80-90 / litre.
— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) July 25, 2026
Join TEAM BHARAT for the #GaadiMarchGandhiMarch.
Drive this movement with us.
Our Demands:
* Allow E10 Petrol for… pic.twitter.com/G0tyM1gDxx
નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સફળ વિરોધ પ્રદર્શન બાદ દેશમાં ફરજિયાત બનાવવામાં આવેલી E20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ નીતિ સામે જનઆક્રોશ વધુ તીવ્ર બન્યો છે. કેન્દ્ર સરકારની આ નીતિના વિરોધમાં તેહસીન પૂનાવાલા અને તેમની સંસ્થા 'ટીમ ભારત' દ્વારા આગામી ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ દેશની રાજધાની દિલ્હીમાં ઇન્ડિયા ગેટથી પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી 'ગાડી માર્ચ, ગાંધી માર્ચ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આંદોલનકારીઓ દ્વારા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી હરદીપ સિંહ પુરીના સરકારી નિવાસસ્થાનોનો ઘેરાવ કરવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
'ટીમ ભારત' દ્વારા સરકાર સમક્ષ મૂકવામાં આવેલી મુખ્ય માંગણીઓ:
'ટીમ ભારત' ના સંયોજક તેહસીન પૂનાવાલાએ નીતિમાં સુધારાની માંગ સાથે દાવો કર્યો છે કે જો સરકાર આ નીતિમાં સુધારો કરે તો દેશના નાગરિકોને રૂ. ૮૦ થી ૯૦ પ્રતિ લિટરે શુદ્ધ અને ભેળસેળ વગરનું પેટ્રોલ મળી શકે તેમ છે. આ આંદોલન અંતર્ગત સરકાર સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે:
E10 વાહનો માટે વિકલ્પ: E10 સુસંગત (compatible) વાહનો ધરાવતા વાહનચાલકો માટે બજારમાં E10 પેટ્રોલનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવો.
E20 અને E0 ના ભાવમાં ઘટાડો: E20 પેટ્રોલની કિંમતમાં ૨૦ ટકાનો ઘટાડો કરવો તેમજ વર્તમાનમાં રૂ. ૧૬૫ થી ૧૭૦ પ્રતિ લિટરે વેચાતા શુદ્ધ (E0) પેટ્રોલના ભાવમાં તાત્કાલિક ધોરણે ઘટાડો કરવો.
પારદર્શિતા અને દસ્તાવેજો સાર્વજનિક કરવા: E20 ઇંધણ નીતિ સાથે જોડાયેલા તમામ સરકારી દસ્તાવેજો અને રિપોર્ટ જાહેર જનતા સમક્ષ મૂકવા.
જૂના વાહનોના નુકસાનનું નિવારણ: વર્ષ ૨૦૨૩ પહેલાંના વાહનો કે જે ઇથેનોલ મિશ્રિત ઇંધણના કારણે ક્ષતિગ્રસ્ત થયા છે, તેમના માટે યોગ્ય અને કાયમી ઉકેલ લાવવો.
હિતોના સંઘર્ષની તપાસ: ઇથેનોલ નીતિ સંદર્ભે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે ઉઠેલા 'હિતોના સંઘર્ષ' (Conflict of Interest) ના આક્ષેપો અંગે યોગ્ય ખુલાસો કરવો.
વાહનચાલકોનો આક્ષેપ અને મશીનરીને વ્યાપક નુકસાન:
દેશભરના વાહનમાલિકોનો આક્ષેપ છે કે એપ્રિલ ૨૦૨૬થી લાગુ કરાયેલી E20 નીતિના કારણે વાહનોની માઇલેજમાં ૩ થી ૩.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, ઇથેનોલના કારણે એન્જિનના સ્પેરપાર્ટ્સ, ફ્યુઅલ ફિલ્ટર અને પાઇપલાઇન ચોકઅપ થઈને કાયમી ધોરણે ખરાબ થઈ રહ્યા છે, જેના સમારકામનો ખર્ચ વાહનદીઠ રૂ. ૨૨ લાખ સુધી પહોંચી રહ્યો છે. સામાન્ય નાગરિકો આ પરિસ્થિતિને ઇંધણમાં સત્તાવાર ભેળસેળ ગણાવી રહ્યા છે.
સરકાર અને ઓટોમોબાઇલ ક્ષેત્રનો બચાવ:
બીજી તરફ, કેન્દ્ર સરકાર અને ઓટોમોબાઇલ કંપનીઓએ E20 ઇથેનોલ મિશ્રણ નીતિનો બચાવ કરતા જણાવ્યું છે કે આ નીતિથી દેશના કાચા તેલના આયાત બિલમાં રૂ. ૨૧.૯ લાખ કરોડની આસપાસની મોટી બચત થઈ રહી છે, ઝેરી વાયુઓનું ઉત્સર્જન ઘટ્યું છે અને દેશના શેરડી ઉત્પાદક ખેડૂતોની આવકમાં વધારો થયો છે. સરકારી અધિકારીઓએ દાવો કર્યો છે કે યોગ્ય વાહનોમાં E20 ના કારણે એન્જિન ખરાબ થવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. આ સાથે જ મંત્રી નીતિન ગડકરી પર લાગેલા આક્ષેપોને ફગાવીને આ નીતિ સંપૂર્ણપણે રાષ્ટ્રહિતમાં હોવાનું મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
